ચહેરો ધોતા પહેલા શું લગાવવું જોઇએ?


By Hariom Sharma05, Jul 2023 08:15 PMgujaratijagran.com

ફેસ ધોતા પહેલા કેટલી વસ્તુઓ લગાવવાથી ફેસ પર ગ્લો વધવા લાગે છે. ફેસ પર એલોવેરા અથવા ગુલાબ જળ વગેરે લગાવી શકો છો. આવો જાણીએ ચહેરો ધોતા પહેલા શું લગાવવું જોઇએ.

એલોવેરા

ચહેરા ધોતા અથવા સ્નાન કરતા પહેલા ફેસ પર એલોવેરા જેલ લગાવવી ખૂબ જ ફાયદાકારક છે. આને લગાવવાથી ચહેરાની ડ્રાઇનેસ ઘટવાની સાથે ચહેરો સાફ પણ થાય છે. ફેસ ધોવાના 10 મિનિટ પહેલ જેલ લગાવી શકો છો.

હળદર-બેસનનો લેપ

સ્નાન કરતા પહેલા અથવા ફેસ વોશ કરતા પહેલ હળદર અને બેસનનો લેપ લગાવવાથી ત્વચાને ઘણાં લાભ થાય છે. આને લગાવવાથી પિંપલ્સ અને અક્ને ઘટવાની સાથે સાથે ચહેરા પર ગ્લો વધે છે.

મુલ્તાની માટી

મુલ્તાની માટી ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક છે. ચહેરો ધોતા પહેલા તમે અને લેપ તરીકે ફેસ પર લગાવી શકો છો. આને લગાવવાથી ચહેરા જામેલી ધૂળ-માટી અને ગંદકી દૂર થાય છે અને ચહેરો સાફ થવા લાગે છે.

સ્ક્રબ

ચહેરો વોશ કરતા પહેલા તમે સ્ક્રબનો ઉપયોગ પણ કરી શકો છો. આને લગાવવાથી ચહેરા પર જામેલી ગંદકી ઘટવાની સાથે સાથે એકસ્ટ્રા ઓઇલ પણ દૂર થાય છે.

ફેસ કેટલી વાર ધોવો?

ચહેરાને દિવસમાં બેથી ત્રણ વાર વોસ કરવો યોગ્ય ગણવામાં આવે છે. કેટલીક વાર ફેસ વધુ વખત ધોવાથી ત્વચાને લગતી સમસ્યા થવા લાગે છે. આનાથી સેલ્સ ડેમેજ થવાની સાથે શુષ્ક થાય છે.

ચહેરો વોશ કર્યા પછી શું લગાવવું?

ચહેરો ધોયા પછી તમે તેના પર મોઇશ્ચરાઇઝર, ટોનર અથવા ગુલાબ જળનો ઉપયોગ કરી શકે છો. આને લગાવવાથી ચહેરા પર પ્રાકૃતિક રૂપથી નીખાર આવે છે.

એક દિવસમાં કેટલું પાણી પીવું જરૂરી છે? જાણો