પાણી પીવું સ્વાસ્થ્ય અને સ્કીન બંને માટે ફાયદાકારક છે. ત્યારે પાણી ક્યારે પીવું તે અંગે અમે તમને જણાવીએ.
પાણી બોડી માટે જરૂરી ઘટક છે. બોડીમાં વજનના લગભગ 50થી 70 સુધીનો ભાગ હોય છે.
પાણી પીવાથી પેશાબ, પરસેવો અને મળ ત્યાગ દ્વારા બોડીની અંદરથી કચરો બહાર નીકળે છે.
દરરોજ શ્વાસ, પરસેવો, મૂત્ર અને મળ ત્યાગ દ્વારા પાણી શરીરની બહાર નીકળે છે. એટલે તેને સતત પીવું જરૂરી છે.
US નેશનલ એકેડમી ઓફ સાયન્સ, એન્જિનિયરિંગ અને મેડિસિન મુજબ પુરુષો માટે એક દિવસમાં ઓછામાં ઓછા 15.5 કપ અથવા 3.7 લીટર ફ્લૂઇડ જરૂરી છે.
મહિલાઓએ એક દિવસમાં લગભગ 11.5 કપ અથવા 2.7 લીટર ફ્લૂઇડ પીવું જરૂરી છે.
દરરોજ તમારે ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવાનો ટાર્ગેટ રાખવો. આટલું બોડી માટે જરૂરી હોય છે.
પાણી પીવાથી બોડીનું ટેમ્પરેચર નોર્મલ રહે છે. અથવા બોડી સેન્સિટિવ સેલની પણ રક્ષા કરે છે.