વજન ઘટાડવા માટે રામબાણ છે તજ, આવી રીતે ઉપયોગ કરવાથી થોડા દિવસમાં દેખાશે ફર્ક


By Sanket M Parekh05, Jul 2023 04:13 PMgujaratijagran.com

તજ અને મધ

વજન ઓછું કરવા માટે તજના એક ટૂકડાને પીસીને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લો. જ્યારે પાણીનો રંગ બદલાઈ જાય, ત્યારે તેને ગાળીને તેમાં મધ મિક્સ કરો અને પછી ચાની જેમ ધીમે-ધીમે ચુસકી મારો.

તજ અને એપલ વિનેગાર

પાણીમાં તજને નાંખીને ઉકાળી લો અને જ્યારે પાણી ઠંડુ થઈ જાય, તો તેમાં એપલ વિનેગર મિક્સ કરીને પીવો. જેથી વજન કંટ્રોલમાં રહેશે.

બ્રેકફાસ્ટમાં ઓટ્સ

બ્રેકફાસ્ટમાં જો ઓટ્સ લેતા હોવ, તો તજનો ઉપયોગ કરો. ઓટ્સ બનાવ્યા બાદ થોડો તજનો પાવડર મિક્સ કરો. જેથી વજન કંટ્રોલમાં રહેશે.

દૂધ અને તજ

દરરોજ સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં તજનો પાવડર મિક્સ કરીને પીવો. જેથી રિઝલ્ટ જલ્દી અને સારું મળશે.

ચા-કૉફીમાં તજ

જો ચા અથવા કૉફી પીવાની આદત હોય, તો તેમાં તજ મિક્સ કરીને પીવો. જેથી વજન ઓછું થવા સાથે જ પાચન શક્તિ પણ યોગ્ય રહેશે.

વજન ઘટાડવા પીવો આ સ્પેશિયલ ચા, માખણની જેમ પીગળવા લાગશે પેટની ચરબી