મહિલાઓ પીરિયડ્સના દુખાવાથી ઘણી પરેશાન રહેતી હોય છે, અને તે માટે ઘણા ઉપાય પણ અજમાવે છે. આજની સ્ટોરીમાં આપણે વાત કરીશું કેટલાક સ્વાસ્થ્યવર્ધક બીજની જે તમને પીરિયડનાં દુખાવામાંં રાહત આપશે
અળસીના બીજમા ઓમેગા -3 જોવા મળે છે જે ઈન્ફલામેશનને ઘટાડે છે અને દુખાવામાં પણ રાહત આપે છે.
કોળાના બીજમાં સામાન્ય રીતે મેગ્નેશિયમ જોવા મળે છે જે તમારી ત્વચાને આરામ આપે છે. આ સાથે તમને સ્નાયુના જકડનમાં મદદરુપ બને છે
સૂર્યમુખીના બીજ ખાવાથી પીરિયડમાં દુખાવાને હળવો કરી શકાય છે કારણ કે તેમાં વિટામીન E ભરપૂર માત્રામાં હોય છે.
તલના બીજમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ અને ઝિંક હોય છે જે સ્નાયુઓ માટે બેસ્ટ છે.
ચીયા બીજમાં મેગ્નેશિયમ મોટી માત્રામાં જોવા મળે છે જે સ્નાયુઓની ખેંચાણને દૂર કરવામાં મદદ કરે છે.
મેથીના દાણા તેના એન્ટી-ઈન્ફલામેટરી ગુણોના લીધે પીરિયડસના દુખાવામાંં રાહત આપે છે.
વરિયાળીના બીજ ગ્લાનડ્યુલર સિસ્ટમમાં સહાયરુપ બને છે, આ સાથે હોર્મોન્સનું નિયમન કરવામાં અને દુખાવામાંં રાહત આપવામાં મદદરુપ બને છે.
ધાણાના બીજની એન્ટિ-સ્પસ્મોડિક પ્રકૃતિ પીરિયડસના દુખાવામાંં રાહત અપાવે છે
જીરુંના બીજમાં એન્ટિસ્પેસ્મોડિક ગુણો રહેલા હોય છે જે પાચન સંબંધિત સમસ્યામાં સહાયરુપ બને છે.
સ્ત્રીઓના પીરિયડસના દુખાવામાંં રાહત મેળવવા આ બીજનો ઉપયોગ કરો. આ સાથે હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લેવી પણ જરૂરી છે.