8 એવા ખોરાક જેને તમે અનહેલ્ધી માનો છો પણ ખરેખર છે હેલ્ધી


By Smith Taral01, Feb 2024 01:12 PMgujaratijagran.com

એવા ઘણા ખોરાક જેની આપણે અવગણના કરતા હોઈએ છે કારણ આપણે તેને અનહેલ્ધી માનીએ છે. આ સ્ટોરીમાં આપણે કેટલાક એવા ફુડ વિશે વાત કરીશું જેને તમે અનહેલ્ધી માનો છો પણ ખરેખરમાં એ હેલ્ધી છે.

ચોકલેટ

રીસર્ચમા જાણવા મળ્યું છે, જેઓ ડાર્ક ચોકલેટનું સેવન કરે છે તેમનું માસ ઈન્ડેક્સ ઓછુ જોવા મળ્યું છે, એમની સરખામણીમાં જેઓ નથી કરતા. ડાર્ક ચોકલેટના સેવનથી ધણા સ્વાસ્થ્ય લાભ મળે છે.

નારીયેળનું તેલ

હાર્વડ મેડીકલ સ્કુલ પ્રમાણે, નારીયેળનું તેલ, સારુ અને ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ વધારવાની અને તેના પર નિયંત્રણ લાવવાની ક્ષમતા ધરાવે છે.

કોફી

એક હાર્વડના અભ્યાસ પ્રમાણે, દરરોજ કોફીના સેવનથી ટાઈપ-2 ડાયાબિટીઝ, હૃદય રોગ, લીવરના રોગ અને પાર્કીન્સનના ખતરાને ઘટે છે.

You may also like

શિયાળામાં હેલ્ધી રહેવા માટે કોબીનો સૂપ ઘરે જ બનાવો

જો તમે બ્રેકફાસ્ટ નથી કરતા તો ચેતી જજો થઈ શકે આ નુકસાન

દૂધ

2015ના અભ્યાસ પ્રમાણે, ફુલ ફેટ ડેરી પ્રોડક્ટસ ખાવાથી ર્હદય રોગ કે ડાયાબિટીઝનો કોઈ ખતરો રહેતો નથી.

પીનટ બટર

એક અભ્યાસ પ્રમાણે નિયમતપણે પીનટ બટર ખાવાથી ટાઈપ-2 ડાયાબિટીઝ થવાનો ખતરો ઘટે છે.

મીઠું

જરુર પ્રમાણે મીઠાનું સેવન કરવું શરીરના સ્વાસ્થ્ચ માટે જરુરી છે, જોકે તેનુ વધુ પડતું સેવન પણ હાનિકારક છે. સોડીયમ તમારા સ્નાયુ અને નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્યને જાળવવામા મદદ કરે છે.

ચીઝ

ચીઝમાં ઘણા પોષકતત્વો રહેલા હોય છે, માટે તેની સંપુર્ણપણે અવગણના કરવી યોગ્ય નથી. ફ્રેશ અને અનપ્રોસેસ્ડ ચીઝ ખાવું ફાયદાકારક છે.

પીળા દાંતથી પરેશાન છો ટ્રાય કરો આ ઘરેલું ઉપચાર