પીળા દાંતથી પરેશાન છો ટ્રાય કરો આ ઘરેલું ઉપચાર


By Smith Taral31, Jan 2024 02:48 PMgujaratijagran.com

ઘણા લોકો ઉતાવળમાં બ્રશ કરતા હોય છે, અને સમયસર બ્રશ નથી કરતા તેથી દાંતમાં પીળાશ આવી જતી હોય છે. આ માટે આપણે જાણીશું કેટલાક ઘરેલૂ ઉપચાર જે તમારા દાંતની ચમક પાછી લાવશે.

ઓઈલ પુલીંગ

નારીયેળના તેલથી ઓઈલ પુલીંગ કરી તમારા સવારની શરુઆત કરો, મોંઢામા તેલ લઈને તેના 15 મિનીટ સુધી કોગળા કરો. આ કરવાથી તમારા દાંતમા જામેલી ગંદકી અને ડાઘ દૂર થાય છે, અને તેની ચમક ફરી પાછી લાવી શકાય છે.

એક્ટીવેટ ચારકોલ

એક્ટીવેટ ચારકોલથી બ્રશ કરવાથી દાંતમા રહેલા ઝેરી તત્વો અને ડાઘ દૂર થાય છે અને તમારા દાંત સફેદ દેખાય છે. આને વારંવાર ઉપયોગમાં ના લેવુ તેનાથી દાંતનું ઈનેમલ ઘસાઈ જવાની સંભાવના છે.

લીંબુ અને બેંકીગ સોડા

લીંબુ અને બેંકીગ સોડાને મેળવીને એક પેસ્ટ બનાવી લો અને તેને દાંત પર ઘસીને 1 મિનીટ સુધી રહેવા દો.

You may also like

કેળાની છાલ ચમકાવશે તમારા દાંત જાણો કેવી રીતે

પીળા દાંતથી છુટકારો મેળવવો આ છે તેના 7 પરફેક્ટ સોલ્યુશન્સ

એપલ સિડેર વિનેગર

ડાઘ દૂર કરવા અને બેક્ટેરીયાને નાશ કરવા એપલ સિડેર વિનેગરના કોગળા કરવા. આને વારેવારે કરવાથી દાંતનું ઈનેમલ પણ ઘસાય છે.

જો તમે બ્રેકફાસ્ટ નથી કરતા તો ચેતી જજો થઈ શકે આ નુકસાન