ઘણા લોકો ઓફીસ કે સ્કુલ-કોલેજ પહોંચવાની ઉતાવળમાં સવારનો નાસ્તો સ્કીપ કરી દેતા હોય છે. જોકે આ એક સારી આદત નથી, આનાથી તમે બીમારીયોને આમંત્રણ આપી રહ્યા છો. સવારમા બેકફાસ્ટ ના કરવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.
સવારે બ્રેકફાસ્ટ છોડવાથી તમને દિવસ દરમિયાન ફેટ અને સુગર વાળી વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે, જેનાથી વજન વધવાની સમસ્ચા થઈ શકે છે.
બ્રેકફાસ્ટ છોડવાથી તમારી ઈમ્યુનીટી નબળી પડે છે, અને આનાથી તમને ઈન્ફેક્શન અને બીમારીયો થવાની શક્યતા વધી જાય છે.
સવારે નાશ્તા ના કરવાથી મેટાબોલીઝમ સ્લો થઈ જાય છે, નાશ્તો ના કરવાથી મેટાબોલીઝમને બુસ્ટ નથી મળતો જેનાથી તમને બીમોરીયોના શિકાર થઈ શકો છો.
ડાયાબીટીઝ જેવી ગંભીર બીમારી થઈ શકે છે અને આનાથી ડાયાબીટીઝ-2 થવાનો ખતરો પણ વધી જાય છે.
બ્રેકફાસ્ટ ના કરવાથી પોષકતત્વોની ઉણપ થવા લાગે છે, આનાથી તમને જરુરી વિટામિન્સ, મિનરલ્સ વગેરેની નથી મળતા.
ઘણા રીપોર્ટસ પ્રમાણે, સવારનો નાશ્તો સ્કીપ કરવાથી બ્લડ પ્રેશર વધવાનો ખતરો થઈ શકે છે.
સવારમાં નાશ્તો ના કરવાથી આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાનો થઈ શકે છે. લાઈફસ્ટાઈલ સંબધિત આવીજ જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.