હાઈ બ્લડ પ્રેશરના કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જાણો જો બ્લડ પ્રેશર વધારે હોય તો શરીરમાં કઈ સમસ્યાઓ થઈ શકે છે.
નિષ્ણાંત ડોક્ટરના જણાવ્યા મુજબ, હાઈ બ્લડપ્રેશરની સમસ્યા શરીર વધારે હોવું, ખરાબ જીવનશૈલી, બગડેલું આહાર લેવો, અને તણાવ જેવા કારણોથી આ સમસ્યા થઈ શકે છે.
જ્યારે હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય છે ત્યારે હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ જાડી થઈ જવાથી હૃદયને પૂરતું લોહી મળતું નથી અને હાર્ટએટેકનો ખતરો વધી જાય છે.
હાઈ બ્લડ પ્રેશરને કારણે મગજ પર વધુ દબાણ આવે છે અને નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે. જેનાથી રક્તસ્રાવ અથવા મગજનું હેમરેજ પણ થઈ શકે છે.
ગર્ભાવસ્થા દરમિયાન હાઈ બ્લડપ્રેશરની સમસ્યા બાળકના વિકાસમાં અવરોધ આવી શકે છે. આવી સ્થિતિમાં બાળકને જરૂરી વિટામિન અને પ્રોટીન મળતું નથી. જેની અસર બાળકના વજન પર પણ પડે છે.
બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે કસરત કરવી કરવી જરૂરી છે. જો તમે દરરોજ કસરત કરતા નથી તો ઓછામાં ઓછા 30 મિનિટ તો ચાલવું જરૂરી જ છે.
હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને નિયંત્રિત કરવા માટે તમે તમારા ખોરાકમાં મીઠાની માત્રા ઘટાડવી જરૂરી છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.