કેરી ખાવી દરેક લોકોને પસંદ હોય છે. સ્વાદિષ્ટ ફળ માત્ર ઉર્જા જ નહીં પરંતુ વિટામિન અને ખનિજોથી પણ ભરપૂર છે.
પરંતુ તેનો ફાયદો શરીરને ત્યારે જ મળે છે જ્યારે તેને યોગ્ય સમયે અને યોગ્ય રીતે ખાવામાં આવે. ચાલો જાણીએ કે કઈ 4 ચીજો સાથે કેરીનું સેવન ન કરવું જોઈએ.
કેરી ગરમ પ્રકૃતિનું ફળ છે, જ્યારે દૂધ અને દહીં ઠંડા પ્રકૃતિનું છે. બંનેને એકસાથે ખાવાથી પાચનતંત્ર પર અસર પડી શકે છે અને એસિડિટી, અપચો કે એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
જો તમે કેરી ખાધા પછી તરત જ મસાલેદાર કે તીખો ખોરાક લો છો, તો તેનાથી એસિડિટી અને ગેસ થઈ શકે છે. કેરી કુદરતી રીતે મીઠી હોય છે અને તેને મસાલેદાર વસ્તુઓ સાથે સેવન કરો છો તો પાચનતંત્ર પર અસર પડી શકે છે.
કેરી ખાધા પછી તરત જ ઠંડા પીણાં કે સોડા પીવાથી શરીરમાં શુગર અને એસિડનું લેવલ વધી શકે છે. આનાથી પાચન સમસ્યાઓ, પેટનું ફૂલવું અને ગેસ થઈ શકે છે.
કાકડી અને કારેલાને કેરી સાથે ન ખાવા જોઈએ કારણ કે તે પાચનતંત્રને ઝેરી અસર કરી શકે છે. કેરી અને કાકડીનું મિશ્રણ શરીરમાં ઝેરી તત્વો વધારી શકે છે, જેનાથી પેટમાં ભારેપણું અને અપચો થઈ શકે છે.
તમને આ લેખ પસંદ પડ્યો હોય તો શેર કરવાનું ભુલશો નહીં અને વાંચતા રહો ગુજરાતી જાગરણ.