COVID-19 vs Flu: કોરોના અને સામાન્ય ફ્લૂ વચ્ચેનો ફરક આ સરળ રીતે સમજો


By Sanket M Parekh21, May 2025 04:13 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

કોવિડ અને સામાન્ય ફ્લૂ બન્ને જ વાયરસ થકી જ ફેલાય છે, પરંતુ તેના લક્ષણો અને અસરમાં ઘણાં ફરક જોવા મળે છે. તો ચાલો ડૉ. જોશવા પાસેથી જાણીએ કે, આ બન્ને બીમારીઓ વચ્ચેનો ફર્ક ઓળખવા માટેની સરળ રીત વિશે...

લક્ષણ ક્યારે શરૂ થાય

સામાન્ય ફ્લૂના લક્ષણો અચાનક શરૂ થાય છે અને મોટાભાગે એક-બે દિવસની અંદર દેખાડો દેતા હોય છે. જેની વિપરિત કોરોનાના લક્ષણો ધીમે-ધીમે વિકસિત થાય છે. જેને દેખા દેતે 2 થી 14 દિવસ સુધીનો સમય લાગી શકે છે.

ઠંડી સાથે તાવ આવવી

ફ્લૂમાં સામાન્ય રીતે તીવ્ર તાવ આવે છે અને વ્યક્તિને ઠંડી લાગવાની ફરિયાદ રહે છે. જ્યારે કોરોનામાં પણ તાવ તો આવી શકે છે, પરંતુ કેટલાક લોકોને તાવ સામાન્ય અથવા તો ના પણ આવી શકે તેવું બને.

ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ

ફ્લૂમાં ખાંસી હંમેશા ડ્રાય હોય છે, પરંતુ શ્વાસ લેવામાં વધારે તકલીફ નથી થતી. બીજી તરફ કોરોનામાં ડ્રાય ઉધરસની સાથે-સાથે શ્વાસ લેવામાં સમસ્યા જોવા મળે છે.

ગંધ અને સ્વાદ ગુમાવવા

કોરોનાનું એક મુખ્ય લક્ષણ એ છે કે, વ્યક્તિને ગંધ કે સ્વાદનો અહેસાસ નથી થતો. જ્યારે ફ્લૂમાં આ લક્ષણ નહીવત જોવા મળે છે. જો અચાનક ખાવા-પીવાનો સ્વાદ આવતો બંધ થઈ જાય, તો કોવિડ ટેસ્ટ કરાવવો જરૂરી થઈ જાય છે.

થાક અને શરીરમાં દુખાવો

ફ્લૂમાં શરૂઆતના દિવસોમાં શરીરમાં દુખાવો અને વધારે પડતા થાકનો અહેસાસ થાય છે. જ્યારે કોરોનામાં પણ વ્યક્તિને થાક તો લાગે છે, પરંતુ આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહી શકે છે.

માનસિક તણાવ

કોરોનામાં કેટલાક લોકોને માનસિક તણાવ, છાતીમાં ભારેપણું અથવા હોઠ લીલા પડવા જેવા ગંભીર લક્ષણો જોવા મળી શકે છે. જ્યારે ફ્લૂમાં આ લક્ષણો ભાગ્યે જ જોવા મળે છે.

ટેસ્ટથી ખાતરી

ફ્લૂ અને કોરોનામાં મોટાભાગના લક્ષણો લગભગ સામાન્ય છે. જેના કારણે માત્ર લક્ષણોના આધારે બન્ને વચ્ચે ફરક સમજવો અઘરો થઈ પડે છે. કોવિડ-19ની ખાતરી માટે RT-PCR અથવા એન્ટીજન ટેસ્ટ કરાવવો જરૂરી થઈ જાય છે.

Prostate Cancer: પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું કારણ બને છે આ રોજિંદી આદતો