રવિવારે ભૂલથી પણ ન કરશો આ કામ


By Gujarati Jagran18, Feb 2023 05:37 PMgujaratijagran.com

દેવી-દેવતા

હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે.

ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવ

રવિવાર ભગવાન વિષ્ણુ અને સૂર્ય દેવનો દિવસ છે. હિન્દુ માન્યતા મુજબ સૂર્ય દેવની પૂજા કરવાથી જીવનમાં સમૃદ્ધિ, વૈભવ અને સન્માન મળે છે.

હિન્દુ ધર્મ

હિન્દુ ધર્મમાં રવિવારનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસને સપ્તાહના તમામ દિવસ કરતા શ્રેષ્ઠ માનવામાં આવે છે.

રવિવારના દિવસને ન કરો આ કામ

આવો જાણીએ રવિવારે કયા કામ ન કરવા જોઈએ.

પ્રવાસ

રવિવારના દિવસે પશ્ચિમ દિશામાં પ્રવાસ ન કરવો જોઈએ, કારણ કે આ દિશાને શૂલ માનવામાં આવે છે.

વાળ ન કાપવા

રવિવારે વ્યક્તિએ વાળ ન કાપવા જોઈએ. આવું કરવાથી સૂર્ય નબળો પડે છે.

મટન-દારૂ

રવિવારે મટન અને દારુનું સેવન ન કરવું જોઈએ. આનાથી કુંડળીમાં સૂર્ય અને શનિ બન્નેની સ્થિતિ ખરાબ થઈ જાય છે.

નમક

રવિવારે નમક ન ખાવું જોઈએ. આ દિવસે નમક ખાવાથી હેલ્થ ઉપર ખરાબ અસર પડે છે તેવું માનવામા આવે છે.

તાંબુ

ભૂલથી પણ આ દિવસે તાંબાની વસ્તુ ન ખરીદવી. આવું કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી પડે છે.

ધર્મ સાથે જોડાયેલી આવી જ માહિતી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

ઘરેમાંથી નકારાત્મક ઊર્જા દૂર કરવા માટે કપૂરનો ઉપયોગ કરો