ડિનર કર્યા પછી ભૂલથી પણ આ કામ ન કરતા નહીં તો બીમાર પડી જશો


By Vanraj Dabhi20, Oct 2023 10:18 AMgujaratijagran.com

ભાગદોડભરી જીંદગી

આજના યુગની ભાગદોડભરી લાઈફસ્ટાઈલમાં સ્વાસ્થ્ય પર ઓછું ધ્યાન આપવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે લોકો આહારનું ધ્યાન રાખે છે પરંતુ આદતો પર ધ્યાન આપતા નથી.

આદતો

આવો અમે તમને કેટલીક એવી આદતો વિશે જણાવીએ જેને તમે અપનાવીને સ્વસ્થ જીવન જીવી શકાય છે.

મોડી રાત્રે ડિનર

દિવસભરના કામના બોજ બાદ લોકો મોડી રાત્રે ડિનર કરે છે જે સ્વાસ્થ્ય માટે સારું નથી. આમ કરવાથી પેટ સંબંધિત બીમારીઓ થાય છે અને સ્થૂળતાની સમસ્યા પણ વધે છે.

મોબાઇલનો ઉપયોગ કરવો

જમ્યા પછી લોકો મોડી રાત સુધી ફોન પર રચ્યા પચ્યા રહે છે આ આદત સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. રાત્રે ફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ તેનાથી ઊંઘ પર અસર થાય છે.

તણાવની સમસ્યા

મોડી રાત સુધી ફોનનો ઉપયોગ કરવાથી ઊંઘવાના સમયમાં બદલાવ આવે છે જેના કારણે તણાવની સમસ્યા થઈ શકે છે.

જમ્યા પછી સૂઈ જવું

ઘણા લોકો જમ્યા પછી તરત જ સૂઈ જતા હોય છે આ આદતના કારણે ખોરાક પચવામાં તકલીફ થાય છે. જમ્યા પછી ઓછામાં ઓછા એક કલાક પછી સૂવું જોઈએ.

સિગરેટ-દારૂનું સેવન

સિગારેટ અને આલ્કોહોલ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એમા પણ જમ્યા પછી તેનું સેવન કરવાથી બીજી ઘણી બીમારીઓ થઈ શકે છે, તેથી તેનાથી બચવું જોઈએ.

ડિનર કર્યા પછી પછી ચાલવું

જો તમે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માંગો છો તો જમ્યા પછી 20-25 મિનિટ વોક કરો જે શરીરને એક્ટિવ રાખે છે.

વાંચતા રહો

જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત આવા અન્ય સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વાળ ખરતા હોય તો નારિયેળના તેલમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવો, થોડા દિવસમાં દેખાશે ફરક