⇾ વિટામિન-ઈ ⇾ કેલરી ⇾ સેચ્યુરેટેડ ફેટ ⇾ વિટામિન ⇾ મિનરલ
નારિયેળ તેલમાં લોરિક એસિડ હોય છે, જે તમારા વાળને પ્રોટીન પૂરું પાડે છે. જેને લગાવવાથી વાળને મૂળથી મજબૂત બનાવવામાં મદદ મળે છે. જેનાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે. આટલું જ નહીં, વાળ ડેમેજ થતાં બચાવે છે.
નારિયેળના તેલમાં ડુંગળીનો રસ મિક્સ કરીને લગાવવાથી પાતળા અને નબળા વાળમાંથી છૂટકારો મળે છે. ડુંગળીમાં રહેલ સલ્ફર કોલેજનને વધારે છે અને વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
એન્ટી માઈક્રોબિયલ અને એન્ટી ફંગલ ગુણોથી ભરપુર નારિયેળ તેલ અને કપૂરને મિક્સ કરીને લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યાથી રાહત મળે છે. જેને લગાવ્યાના અડધા કલાક બાદ વાળને ધોઈ નાંખો.
વાળના ગ્રોથને સુધારવા માટે નારિયેળ તેલમાં લવન્ડર ઑઈલની થોડી બુંદો મિક્સ કરી દો. આ તેલ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટીક ગુણોથી ભરપુર હોય છે.
સ્કેલ્પની અંદરથી સફાઈ કરવા માટે તેને મજબૂત અને સિલ્કી બનાવવા માટે નારિયેળના તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. જે ડેન્ડ્રફ પણ દૂર કરે છે.
વાળના સારા ગ્રોથ માટે જોજોબા ઑઈલમાં નારિયેળનું તેલ મિક્સ કરીને તેને હુંફાળુ ગરમ કરો. જે બાદ તેને તમારા વાળમાં મસાજ કરો.