નવરાત્રીના ઉપવાસમાં આ સુપરફૂડ્સ છે બેસ્ટ ઑપ્શન, ફિટનેસ અને એનર્જીથી રહેશો ભરપુર


By Sanket M Parekh18, Oct 2023 04:32 PMgujaratijagran.com

ફળ ખાવ

ફળ ખાવાથી તમને તમામ જરૂરી પોષક તત્વો મળી આવે છે. જે તમારી બૉડીને એનર્જી આપે છે. કેળા, પપૈયા, સફરજન અને દાડમ વગેરેનું સેવન કરવું જોઈએ.

દૂધીની ખીર

વ્રતના સમયે તમે દૂધીની ખીર ખાઈ શકો છો. જે વિટામિન એ, સી, થાયમિન, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ અને ફાસ્ફોરસના ગુણોથી ભરપુર હોય છે. દૂધીની ખીર ખાવાથી શરીરને ઉર્જા મળે છે.

સાબુદાણા

નવરાત્રીના વ્રતમાં તમે સાબુદાણાની ખીર તેમજ ખીચડી ખાઈ શકો છો. જેનાથી શરીરને પુષ્કળ પ્રમાણમાં કાર્બ્સ અને પ્રોટીન મળે છે. જે શરીરને એનર્જી પૂરી પાડે છે.

મખાના

નવરાત્રીના વ્રત દરમિયાન તમે મખાનાનું સેવન પણ કરી શકો છે. મખાનાને ઘીમાં સામાન્ય શેકી દો, જેમાં મિનરલ્સ, પ્રોટીન, એન્ટી ઑક્સીડેન્ટ્સ અને કેલ્શિયમ જેવા અનેક ગુણો મળી આવે છે.

ડ્રાય ફ્રૂટ્સ

ડ્રાય ફ્રૂટ્સમાં પુષ્કળ પ્રમાણમાં ન્યૂટ્રીએન્ટ્સ હોય છે. વ્રતમાં દરરોજ ડ્રાય ફ્રૂટ ખાવા જોઈએ. જેમાં તમારી બૉડીનું એનર્જી લેવલ વધારે છે. કાજુ, અખરોટ, બદામ, ખજૂર, કિશમિશ અને પિસ્તા અચૂક ખાવા જોઈએ.

સોનાક્ષીની આ એકદમ નવી નેલ આર્ટ ડિઝાઇન તમને શાનદાર લુક આપશે