ભોજન બાદ તરત જ ના કરો આ ભૂલ, થશે નુકસાન


By Hariom Sharma13, Jun 2023 10:00 AMgujaratijagran.com

જો તમે ફીટ રહેવા માગો છો તો તમારે ખાવા-પીવાની આદતોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઇએ. ખાધા બાદ તરત જ કેટલીક ભૂલો તમારા માટે નુકસાનદાયક બની શખે છે. આવો જાણીએ આ ભૂલો વિશે.

કસરતથી બચો

ખાધા બાદ કસરત ના કરવી જોઇએ. આનાથી ડાયજેશન ખરાબ થાય છે. આવું કરવાથી ઉબકા, ઉલટી, પેટનો દુખાવાની સમસ્યા થઇ શકે છે.

ઊંઘવું નહીં

ભોજન કર્યા બાદ જો આરામ કરવાની ઇચ્છા થાય પણ ઊંઘવું ના જોઇએ. આનાથી પાચનક્રિયા ખરાબ થાય છે અને ગંભીર રીતે બળતરાની સમસ્યા થઇ શકે છે.

આગળની સાઇડ વળવાથી બચો

ખાવાનું ખાધા બાદ આગળની સાઇડ વળવાથી બચવું જોઇએ. આનાથી પાચનક્રિયા પર નુકસાન થઇ શકે છે.

ફ્રૂટ ન ખાવા

ભોજન કર્યા બાદ તરત ફળ ખાવાની ભૂલ ના કરવી જોઇએ. આનાથી પાચનતંત્ર પર ખરાબ અસર થાય છે. આનાથી શરીરને ઘણી સમસ્યા થઇ શકે છે.

ચો-કોફી ના પીવો

ચા- કોફીમાં ફેનોલિક યૌગિક રહેલા હોય છે. ભોજન કર્યા બાદ તરત જ આનું સેવન કરવું ખૂબ જોખમી બની શકે છે.

દારૂનું સેવન

ભોજન કર્યા બાદ તરત જ દારૂનું સેવન ના કરવું. આનાથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચી શકે છે. સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બની શકે છે.

સ્નાન કરવાથી બચો

ભોજન કર્યા બાદ શરીરના તાપમાનમાં બદલાવ આવે છે. આવામાં ખોરાક બાદ સ્નાન કરવાથી સમસ્યા થઇ શકે છે. આ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

તાવ ઉતારવા માટે અપનાવો આ 5 ઘરગથ્થુ નુસખા, ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે