વરસાદની ઋતુમાં તાવ આવવો એક સામાન્ય વાત છે. વરસાદમાં તમે થોડા પણ ભીના થઈ જાવ, તો તરત જ તાવ આવી જાય છે.
વરસાદને થોડી મિનિટોમાં દૂર ભગાવવા માટે તમે આ ઘરેલુ ઉપાય અજમાવી શકો છે. તો ચાલો તેના વિશે વિસ્તારપૂર્વક જાણીએ...
ઠંડા પાણીથી તાવ ઉતારવા માટેનો આ ઉપાય ઘણો જૂનો અને કારગર છે. ઠંડા પાણીમાં કપડાને ડૂબાવીને તેના માથા પર પોતા મૂકવાથી તાવ તરત જ ઉતરી જાય છે.
ગિલોય અનેક બીમારીઓમાં ફાયદેમંદ હોય છે. ગિલોયનું સેવન કરવાથી પણ ઝડપથી તાવ ઉતરે છે.
તાવનો ઝડપથી ઉતારવા માટે ભરપુર પાણી પીવું જોઈએ, કારણ કે તાવની સ્થિતિમાં ઘણો પરસેવો નીકળે છે. આથી શરીરને હાઈડ્રેટ રાખવું જરૂરી થઈ જાય છે.
આદુની પેસ્ટ મધમાં મિક્સ કરીને ચાટવાથી તાવમાં જલ્દી રાહત મળે છે. તાવ માટે આદુ રામબાણ ઉપાય મનાય છે.
તાવ આવવા પર તમે તુલસીનાપત્તાને ચાવીને અથવા 8-10 પત્તાને પાણીમાં મિક્સ કરીને ઉકાળીને પાણી સાથે પણ પી શકો છો.