દાળને પ્રોટીનનો સારો સોર્સ માનવામાં આવે છે. જે શાકાહારી લોકોની પ્રોટીનની જરૂરિયાતને પૂર્ણ કરે છે.
મગ દાળ અન્ય દાળથી વધારે હેલ્ધી હોય છે. જે પોષક તત્ત્વોથી ભરપુર હોય છે.
મગની દાળમાં વિટામિન બી-6, વિટામિન સી, ફાઈબર, આયરન, પોટેશિયમ, કૉપર અને થાયમિન જેવા પોષક તત્ત્વો મળી આવે છે.
દરરોજ મગની દાળનું પાણી પીવાથી શરીરને અનેક પ્રકારની સમસ્યા દૂર થઈ શકે છે. તો ચાલો જાણીએ...
મગની દાળનું પાણી ઈમ્યૂનિટી બૂસ્ટ કરે છે. જેના સેવનથી ઈન્ફેક્શનથી બચી શકાય છે.
મગની દાળના પાણીનું સેવન કરવાથી પેટ સાથે સંકળાયેલી સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.
જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ, તો મગની દાળના પાણીનું સેવન કરો.
મગની દાળમાં ફાઈબર મળ આવે છે. જે ઈસ્યૂલિન સ્પાઈક રોકવામાં મદદ કરે છે. જેના સેવનથી બ્લડ સુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે.