રોજ 30 મિનિટ ચાલવાના ફાયદા


By Hariom Sharma11, Jun 2023 10:30 AMgujaratijagran.com

કેટલાક લોકો કામના કારણે તો કેટલાક લોકો આળસના કારણે કલાકો સુધી બેઠા રહે છે. જો તમે અડધો કલાક રોજ ચાલો તો આખા શરીર માટે ફાયદાકારક છે.

સ્ટ્રેસ ફ્રી

ફક્ત 30 મિનિટ વોક તમારા દિવસભરનો સ્ટ્રેસ દૂર કરી શકે છે. જો તણાવ, ચિંતા જેવું લાગે તો વોક કરો. ચાલવાથી તમને સારો અનુભવ થશે.

બ્લડ સર્ક્યુલેશન વધારે

બોડીનું બ્લડ સર્ક્યુલેશન વધારવા માગો છો તો ફક્ત અડધો કલાક ચાલો. રોજ 30 મિનિટ ચાલવાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન ઝડપી બને છે.

હેલ્ધી હાર્ટ

ચાલવાથી તમારું હાર્ટ હેલ્થી રહે છે. જો હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માગો છો તો રોજ 30થી 40 મિનિટ ચાલવું જોઇએ.

ડાયાબિટીસ

ડાયાબિટીસના દર્દીઓ માટે ચાલવું ખૂબ જ ફાયદાકારક છે. જે શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. તમે જેટલું ચાલશો એટલું શરીર માટે વધારે સારું રહેશે.

કેલેરી ઘટાડે

ફક્ત અડધો કલાક ચાલવાથી તમે વજન ઘટાડી શકો છો. વજન ઘટાડવા અને કેલેરી બર્ન કરવા માટે રોજ 30-45 મિનિટ સુધી ચાલવું જોઇએ, જે તમારા હાડકા માટે પણ ઉત્તમ છે.

પાચન માટે

ચાલવું તમારા પાચન માટે પણ સારું છે. ભોજન કર્યા પછી વોક પર જાવ, જે ખોરાક પચાવવામાં મદદ કરે છે. 30 મિનિટ ચાલવાથી ડાઇજેશન પણ તંદુરસ્ત રહે છે.

તાંબાના વાસણમાં પાણી પીતા સમયે આ 7 વસ્તુઓનું ધ્યાન રાખો