તાંબાના વાસણમાં પાણી પીવું ફાયદાકારક છે,પરંતુ કેટલીક વાતનું ધ્યાન પણ રાખવું જોઇએ. આવો જાણીએ તાંબાના વાસણમાં પાણી પીતા સમયે કંઇ વાતોનું ધ્યાન રાખવું.
જો તમને પાચનને લગતી સમસ્યા છે અથવા તો પાચન તંત્ર તકમજોર છે તો આ સમસ્યા વધી શકે છે. જો તમારું પાચન તંત્ર કમજોર છે તો એવામાં તાંબાના વાસણમાં પાણી પીવાથી બચવું જોઇએ.
કેટલાક લોકો તાંબાના વાસણ ધોયા વગર ઉપયોગમાં કરે છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તાંબાની બોટલ અથવા વાસણમાં બેક્ટેરિયા લાગેલા હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.
જો તમે હાર્ટ અથવા કિડનીની સમસ્યાથી પરેશાન છો તો તાંબાના વાસણમાં પાણી પીવું ઘણી વાર નુકસાનકાર બની શકે છે. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લીધા બાદ જ તેનો ઉપયોગ કરવો.
તાંબાના વાસણમાં ખાટાં પ્રવાહી પદાર્થોનું સેવન કરવું અથવા ખાંટી વસ્તુઓ પીવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
તાંબા વાસણમાં લાંબા સમય સુધી પાણી સ્ટોર કરવા કરતાં તમે 12થી 48 કલાક સુધી સ્ટોર કરી શકો છો. ત્યારે બાદ વાસણ ધોઇને પાણી સ્ટોર કરો.
એસિડિટી થવા પર તાંબાના વાસણમાં પાણી ન પીવું જોઇએ. કારણ કે તાંબના વાસણની તાસીર થોડી ગરમ હોય છે, જે એસિડિટીની સમસ્યા વધારી શકે છે.