બાળકોની દેશી ઘીથી માલિશ કરવાના ફાયદા


By Hariom Sharma10, Jun 2023 05:37 PMgujaratijagran.com

દેશી ઘીમાં ઘણાં એવા પોષકતત્ત્વો રહેલા છે, જે બાળકોના સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઘટાડી શકે છે. આનાથી બાળકોની માલિશ કરવી ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ બાળકોને દેશી ઘીથી માલિશ કરવાના ફાયદા વિશે.

સ્કેલ્પ માટે ફાયદાકારક

દેશી ઘીમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી અને એન્ટિ બેક્ટેરિયલ ગુણો રહેલા છે, જે બાળકેના સ્કેલ્પને સ્વસ્થ રાખે છે, જેનાથી ઇન્ફેક્શન જેવી સમસ્યા દૂર થાય છે.

ત્વચા માટે ફાયદાકારક

દેશી ઘીમાં વિટામિન ઈ અને એન્ટિ ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે, જે બાળકોના કેપિલરી વોલને મજબૂત બનાવે છે. આનાથી બાળકોની માલિશ કરવાથી સ્કિન ફ્લેક્સિબલ રહે છે.

વાળ માટે ગુણકારી

દેશી ઘી બાળકોના વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ વાળના ક્યૂટિકલ્સને સુધારે છે, જેનાથી વાળને મજબૂતી મળે છે.

સોજા ઘટાડે છે

દેશી ઘીથી બાળકોની માલિશ કરવાથી તેમને ઘા અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે. આ એન્ટિ ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે, જે ઇન્ફેક્શન વધારતા બેક્ટેરિયાને ખતમ કરે છે.

નેચરલ મોઇશ્ચરાઇઝ

દેશી ઘીમાં ઘણાં પોષકતત્ત્વો રહેલા છે, જે બાળકોની ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. હાઇડ્રેટેડ સ્કિન બાળકોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

હાડકા માટે ફાયદાકારક

બાળકોના સંપૂર્ણ વિકાસ માટે અને મજબૂતી માટે તેમની દેશી ઘીથી મસાજ કરો. દેશી ઘી કેલ્શિયમથી ભરપૂર હોય છે, જે હાડકાને લગતી ઘણી સમસ્યા ઘટાડે છે.

આ રીતે લગાવો કીવી, ચહેરા પર ગ્લો આવશે