કીવી વિટામિન ઈ અને વિટામિન સીથી ભરપૂર ફળ છે, જે તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. સુંદર ત્વચા માટે આ રીતે કીવી લગાવો.
2થી 3 કીવીને સારી રીતે ક્રશ કરીને ચહેરા પર 15થી 20 મિનિટ સુધી લગાવો. ત્યાર બાદ સાદા પાણથી ચહેરો ધોવા પર ગ્લોઇંગ સ્કિન મેળવી શકો છો.
કીવીને ક્રશ કર્યાં બાદ એક ચમચી મધ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો, અને 15-20 મિનિટ સુધી રહેવા દો. ગરમ પાણીથી ચહેરો ધોઇ લો, આ લેપ તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરશે.
બે કીવીને ક્રશ કરીને બે ચમચી દહીં મિક્સ કરો. હવે આ પેસ્ટને અડધો કલાક ચહેરા પર લગાવો તમારી સ્કિનની નેચરલી સાઇન વધારી શકે છે.
તમે કીવીને રસ પણ કાઢી શકો છો, અને ચહેરા પર લગાવી શકો છો. થોડી વાર ચહેરા પર કીવીનો રસ લગાવવાથી સ્કિનને હેલ્ધી બનાવી શકાય છે.
કીવી અને કેળાને ક્રશ કરીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો. 25 મિનટ પછી નવશેકા પાણીથી ચહેરો ધોવા પર સોફ્ટ અને ગ્લોઇંગ સ્કિન મેળવી શકો છો.
ચહેરાની મસાજ કરવા માટે કિવિની છાલનો ઉપયોગ કરી શકો છો. વિટામિન એ અને સીથી ભરપૂર કીવીની છાલ તમારી સ્કિનનો નેચરલી નિખાર વધારી શકે છે.