લીચીમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ હોય છે, જે ડાયજેશનમાં ઘણી મદદ કરે છે. લીચી ફાઈબરનો પણ સારો સ્ત્રોત મનાય છે. જેથી કબજિયાતમાં રાહત મળી શકે છે.
લીચીમાં એવા અનેક ગુણ હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરી શકે છે. લીચીમાં સારી માત્રામાં પોટેશિયમ મળે છે, જે બ્લડ પ્રેશરને સ્ટેબલ રાખવામાં મદદ કરે છે.
આ ફળ ડાયાબિટીશ અને એન્ટી ઑક્સીડેન્ટ્સ સ્ટ્રેસને અટકાવવામાં મદદ કરે છે અને હાર્ટને પણ હેલ્ધી રાખવાનું કામ કરે છે.
લીચી એક નેચરલ ઈમ્યૂનિટી બૂસ્ટર પણ છે. જેને ખાવાથી શરીરની ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે. આ ઉપરાંત લીચી વિટામિન સીનો પણ સારો સ્ત્રોત છે.
લીચી વિટામિન-ઈથી ભરપુર હોય છે. આજ કારણ છે કે, તે સ્કિનને હેલ્ધી અને ગ્લોઈંગ બનાવવાનું કામ કરી શકે છે. વિટામિન ઈ સનબર્ન અને સ્કિનમાં થતા સોજાને ઠીક કરી શકે છે.
લીચીની અંદર ફાઈબર સારી માત્રામાં મળી આવે છે. આ સાથે તેની અંદર એન્ટી ઑક્સીડેન્ટ્સ મળી આવે છે, જે બેલી ફેટને ઓછું કરવામાં મદદ કરે છે.