તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે. જો કે આ પાણીનું યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણમાં પીવું જોઈએ, નહીંતર શરીરને નુકસાન થઈ શકે છે.
આયુર્વેદમાં તાંબાના પાણીને ડિટૉક્સ ડ્રિન્ક્સ માનવામાં આવે છે. જે શરીરમાંથી વિષયુક્ત પદાર્થ બહાર નીકાળવામાં મદદ કરે છે. જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.
ગરમીની સિઝનમાં તાંબાના વાસણવાળું પાણી પીવાથી શરીરમાં વધારે ગરમી પેદા થાય છે. જેનાથી એસિડિટી, પિત્ત પ્રકોપ અને સ્કિન સબંધિત સમસ્યા વધી શકે છે. આથી ખાસ કરીને શિયાળામાં જ તાંબાનું પાણી પીવું જોઈએ.
તાંબાના વાસણમાં પાણીને ઓછામાં ઓછા 6-8 કલાક સુધી સ્ટોર કરવું જોઈએ. જેથી પાણીમાં રહેલ સુક્ષ્મ જીવાણું નષ્ટ થઈ શકે અને તાંબાના ઔષધિય ગુણ પાણીમાં સારી રીતે મિક્સ થઈ શકે.
તાંબાના વાસણમાં રહેલું એક દિવસમાં વધારે ના પીવું જોઈએ. જેનાથી શરીરમાં તાંબાનું પ્રમાણ વધી શકે છે. જેનાથી પાચન સબંધિત સમસ્યા તેમજ અન્ય સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે.
જે લોકોને એસિડિટી તેમજ બ્લડ સબંધિત સમસ્યા કે શરીરમાં વધુ પડતી ગરમીની સમસ્યા હોય, તેમણે પણ તાંબાના વાસણમાં રહેલ પાણી પીવાનું ટાળવું જોઈએ. જેનાથી પેટમાં ચૂંક, ઉલટી અને ગેસ જેવી સમસ્યા વકરી શકે છે.
તાંબાના વાસણને સાફ રાખવું ખૂબ જ જરૂરી છે, જે ઝડપથી ઑક્સીકૃત થઈ જાય છે. જેના પરિણામે વાસણમાં હાનિકારક તત્વો જમા થઈ શકે છે. જે પાણી થકી શરીરમાં જઈને નુકસાન પહોંચાડે છે.
તાંબાના વાસણને સાફ રાખવા માટે સાબુ કે ડિટરજન્ટની જગ્યાએ લીંબુનો રસ, આંબલીનો પલ્પ અને મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. જેથી તેની સપાટી પર જામેલી ગંદકી અને ઑક્સીડેશન સરળતાથી દૂર કરી શકાય.