Fatty Liver Foods: ફેટી લિવરની સમસ્યામાં શું ના ખાવું જોઈએ?


By Sanket M Parekh20, Sep 2025 03:30 PMgujaratijagran.com

ફેટી લિવરમાં ભૂલથી પણ ના ખાશો આ વસ્તુ?

ફેટી લિવર ત્યારે થાય છે, જ્યારે તમારા યકૃત અર્થાત લિવરમાં સામાન્ય કરતાં વધુ ચરબી જમા થઈ જાય છે. આ પરિસ્થિતિને અવગણવાથી સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. તો ચાલો જાણીએ ફેટી લિવરની સમસ્યામાં શું ના ખાવું જોઈએ.

તળેલી વાનગી

સમોસા, પકોડી, ચિપ્સ જેવી વસ્તુઓ લિવર પર ભારે પડે છે અને ચરબી જમા કરે છે. ફેટી લિવરના દર્દીઓએ આવું તળેલું ફૂડ ખાવાનું ટાળવું જ જોઈએ.

સોડા અને પ્રોસેસ્ડ ડ્રિંક્સ

આ પીણાં શરીરમાં વધુ પડતી ખાંડ અને કેલરી ઉમેરે છે, જે ફેટી લિવરને વધુ વધારે છે. આ પીણાં સંપૂર્ણપણે ટાળવા જોઈએ

વધુ પડતી સુગરવાળું ફૂડ

વધુ ખાંડવાળો ખોરાક જેમ કે, કેક, પેસ્ટ્રી, મીઠાઈ અને કોલ્ડ ડ્રિંક્સ લિવરમાં ચરબી જમા થવાના મુખ્ય કારણો છે. વધારે મીઠું ખાવાથી વજન વધે છે અને લિવર ખરાબ થાય છે.

ફાસ્ટ ફૂડ અને પિઝા

ફાસ્ટ ફૂડ અને પિઝા જેવા ફૂડ્સ ટ્રાન્સ ફેટ અને વધુ કેલરીથી ભરપૂર હોય છે, જે લિવર માટે ભારે હોય છે. નિયમિતપણે તેનું સેવન કરવું નુકસાનકારક હોઈ શકે છે.

આલ્કોહોલ

શરાબ લિવરને સાફ કરવાની અને ચરબી ઘટાડવાની ક્ષમતાને ઘટાડી દે છે. આથી ફેટી લિવરના દર્દીઓ માટે શરાબ પીવી સંપૂર્ણપણે હાનિકારક છે.

રેડ મીટ અને પ્રોસેસ્ડ મીટ

સોસેજ, બેકન, હોટડોગ જેવી વસ્તુઓમાં ચરબીનું પ્રમાણ ઊંચું હોય છે, જે લિવર પર દબાણ વધારે છે અને ફેટી લિવરને વધારે છે

વ્હાઇટ બ્રેડ અને મેંદાથી બનેલી વાનગી

સફેદ બ્રેડ, પાસ્તા, બિસ્કિટ જેવી વસ્તુઓ બ્લડ સુગર વધારે છે અને શરીરમાં ચરબી જમા કરી દે છે. ફેટી લિવરથી જલ્દી છુટકારો મેળવવા માટે આ વસ્તુઓ ન ખાવી જોઈએ

Blood Sugar: શું પરેજી પાળવા છતાં વધી રહ્યું છે સુગર લેવલ? જાણે તેની પાછળના કારણ