લાઈલાજ બીમારી ડાયાબિટીસના દર્દીઓએ અનેક પરેજી પાળવી પડતી હોય છે. આમ છતાં સુગર લેવલ કંટ્રોલમાં ના રહેતું હોય, તો તેની પાછળ પણ ઘણાં કારણો હોઈ શકે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...
જ્યુસ, સોસ, પ્રોસેસ્ડ ફૂડ અને પેક્ડ સ્નેક્સમાં હાઈડ અર્થાત છૂપાયેલી સુગર હોય છે. જો તમને લાગતું હોય કે તમારી ડાયટ યોગ્ય છે, તો પણ આ વસ્તુઓના વપરાશથી સુગર વધી શકે છે.
તણાવને કારણે કોર્ટિસોલ હોર્મોન વધે છે, જે સુગર લેવલ વધારવામાં મદદ કરે છે. ઊંઘની ઉણપ પણ સુગર વધવાનું કારણ બની શકે છે.
ખાવાની સ્ટાઈળ ભોજનનો સમય અને ખોરાકનું પ્રમાણ યોગ્ય ન હોયો, તો તે પણ સુગર લેવલ વધવાનું એક મોટું કારણ છે. જ્યારે તમને વધુ ભૂખ લાગે, ત્યારે વધુ ખાવાથી બ્લડ સુગર વધે છે.
શરીર જેટલું વધારે એક્ટિવ હશે, તેટલી જ સુગર લોહીમાં યોગ્ય રીતે ઉપયોગમાં લેવાશે. માત્ર ડાયટ દ્વારા સુગરને કંટ્રોલ કરવી ખૂબ જ મુશ્કેલ છે. આ માટે નિયમિત એક્સરસાઈઝ પણ કરવી જોઈએ.
ઘણી વખત આપણું શરીર ઈસ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરી શકતું. જે ડાયાબિટીસની બીમારીનો શરૂઆતનો સંકેત હોઈ શકે છે.
કેટલીક દવાઓ પણ બ્લડ સુગરને અસર કરી શકે છે. જો દવામાં કોઈ ફેરફાર કરવો હોય, તો તે માત્ર ડોક્ટરની સલાહથી જ કરવો જોઈએ
જો સુગર વધી રહી હોય, પરંતુ નિયમિત તપાસ ના કરાવવામાં આવે, તો તેનું સાચું કારણ જાણી શકાતું નથી. HbA1c, ફાસ્ટિંગ અને પોસ્ટ લંચ સુગર ટેસ્ટ ચોક્કસપણે કરાવવા જોઈએ.