હિન્દુ ધર્મમાં નવરાત્રિમાં કળશની સ્થાપના કરવાનું વિશેષ મહત્ત્વ છે. જેનાથી દેવી-દેવતાની કૃપા રહે છે અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ નવરાત્રિમાં કળશની સ્થાપના કેમ કરવામાં આવે છે
કળશ દેવી શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. જેને સ્થાપિત કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.
નવરાત્રિમાં કળશ સ્થાપિત કરવાથી દેવી માઁની કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે જ ઘરમાં માતાજીનો વાસ થાય છે. જેનાથી જીવનમાં ખુશીઓનું આગમન થાય છે.
કળશમાં જળ, જવ અને અન્ય વસ્તુઓ મિક્સ કરીને તેને પવિત્રતા અને આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર બનાવવામાં આવે છે
ભગવતી દેવીની પૂજા-અર્ચનાની શરૂઆત કરતાં સમયે સૌ પ્રથમ કળશની સ્થાપના કરવામાં આવે છે. જેને શુભ માનવામાં આવે છે.
એવું મનાય છે કે, આ કળશને ઘરમાં સ્થાપિત કરવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો આ કળશમાં વાસ હોય છે.
નવરાત્રિમાં કળશની સ્થાપના કરવાથી ઘરમાં પવિત્રતા અને શુદ્ધતાનું વાતાવરણ બને છે. જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.