વ્યક્તિની આદતની અસર તેના જીવન પર પડે છે. સારી આદતો લાંબી જિંદગી જીવવાની રીત શીખવે છે. તો ચાલો જાણીએ, લાંબી જિંદગી જીવવા માટે કંઈ આદતો અપનાવવી જોઈએ.
તમારી ખાણીપીણીની અસર ઉંમર પર પડે છે. હંમેશા શાકાહારી ભોજન કરવું જોઈએ. જેથી તમને લાંબી જિંદગી જીવવા મળી શકે છે.
શરીરને હેલ્ધી રાખવા માટે પૂરતી ગાઢ ઊંઘ લેવી જોઈએ. આ માટે દરરોજ 7-8 કલાક સુધી સૂવું જોઈએ.
આજના સમયમાં સ્ટ્રેસની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જેનાથી છૂટકારો મેળવીને પણ લાંબી જિંદગી જીવી શકાય છે.
આલ્કોહોલનું સેવન કરવાથી ફેફસા સહિત અન્ય અંગો પર નેગેટિવ અસર પડે છે. લાંબી જિંદગી જીવવા માટે આલ્કોહોલનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
શરીરને હેલ્ધી રાખવા માટે એક્સરસાઈઝ કરવી ખૂબ જ જરૂરી હોય છે. આમ કરવાથી પણ આયુષ્ય વધી શકે છે.
લાંબી જિંદગી માટે એક્ટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. આ માટે રજાના દિવસે મિત્રો સાથે ફરવા જવાની યોજના બનાવવી જોઈએ.