ભાત ભારતીયોના આહારમાં સામેલ છે. પરંતુ તેનું સેવન કરવાને લઈને લોકોના અલગ-અલગ મત છે. જાણો તમારે કયા સમયે ભાતનું સેવન કરવું જોઈએ.
જે લોકો ડાયબિટીસ અને જાડાયથી પરેશાન છે એવા લોકોએ ભાતનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ભાતનું સેવન કરવું નુકસાનકારક નથી પરંતુ પદ્ધતિ અને સમય નુકસાન પહોંચાડી શકે છે.
ઉર્જાનું પાવરહાઉસ કાર્બોહાઇડ્રેટ ભાતમાંથી મળતું હોવાથી ભાતનું સેવન કરવું ખુબ જ જરૂરી છે.
ભાતનું દિવસ દરમિયાન સેવન કરવાથી ફાયદાકારક હોય છે. જેમાં બપોરના ભોજનમાં ભાતનું સેવન કરી શકો છો.
જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે ભાતનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ.
બપોરે ભાતનું સેવન કરવું ફાયદાકારક હોય છે કારણ કે, આ સમયે ભાતનું સેવન કરવાથી પાચન સરળતાથી થઈ જાય છે.
રાત્રે ભાતનું સેવન કરાવાથી પાચનમાં સમસ્યા થઈ શકે છે તેથી રાત્રે હળવું ખાવાની સલાહ આપવામાં આવે છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.