અલ્સર થવા પાછળ ધણા કારણો હોઈ શકે છે, જેમાં વિટામિનની ઉણપ મુખ્ય છે. જો તમને પણ અલ્સર એટલે કે મોંંઢામાં ચાંદા પડવાની તકલીફ રહેતી હોય તો તમે આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો.
હળદરનો ઉપયોગ તમે અલ્સરની સારવાર માટે કરી શકો છો, આમાં રહેલા ઔષધીય ગુણો મોઢાના ચાંદા મટાડવામાં અસરકારક છે. હળદરની પેસ્ટ બનાવી દિવસમાં ત્રણ વખત અલ્સર પર લગાવો.
એપલ સીડર વિનેગરના કોગળા કરવાથી પણ તમે અલ્સરની તકલીફમાં રાહત મેળવી શકો છો. આ માટે સવાર સાંજ એક કપ પાણીમાં એક ચમચી વિનેગર મીક્સ કરી તે પાણીના કોગળા કરો
નાળિયેરનું દૂધ પણ આ સમસ્યામાં અસરકારક રહે છે, નાળિયેરના દુધથી કોગળા કરવાથી અલ્સરના દુખાવામાં રાહત મળે છે
મોંઢાના ચાંદા મટાડવા માટે તમે મધનો પણ ઉપયોગ કરી શકો છો, આમાં રહેલા એન્ટિમાઇક્રોબાયલ ગુણો અલ્સરને ઝડપથી મટાડવામાં મદદ કરે છે. આ માટે જ્યાં ચાંદા પડ્યા તે જગ્યાએ દર બે કલાકે મધ લગાવો