સવારે ખાલ પેટે 3 થી 4 તુલસીના પાનનું જો તમે સેવન કરો છો તો તમે અઢળક સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો. હિંદુ ધર્મમાં તુલસીને પવિત્ર છોડ માનવામાં આવ્યો છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. તુલસીમાં રહેલા ઔષધીય ગુણો શરીરના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદરુપ બને છે. આવો જાણીએ તેના લાભો વિશે
તુલસીમાં એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે, સવારે તેના પાનનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે
તુલસી પાન પાચનક્રીયાને પણ સરળ બનાવે છે અને પેટ સંબધિત સમસ્યા જેવી કે એસિડિટી, કબજિયાત, અપચોથી બચાવે છે. આ માટે તમે તુલસીના પાનને પાણીમાં ઉકાળી તેનું સેવન પણ કરી શકો છો
તુલસીમાં રહેલા એન્ટી ઈન્ફલામેટરી ગુણો પણ શરીરના સોજાને ઘટાડવામાં મદદ કરે છે સાથે શરદી, ઉધરસ અને અસ્થમાં જેવી તકલીફમાં પણ રાહત આપે છે
તુલસીના પાનનું સેવન કરવાથી હૃદય રોગનું જોખમ ઘટાડી શકાય છે કારણે કે તે લોહીમાં કોલેસ્ટ્રોલને વધતા અટકાવે છે. હૃદયરોગના દર્દીઓ ડૉક્ટરની સલાહ લીધા પછી ખાલી પેટ આ પાંદડાનું સેવન કરી શકે છે.
તુલસીના ડાયાબિટીમા પણ ફાયદાકારક છે, આ શરીરમા ઇન્સ્યુલિન પ્રમાણ જાળવી રાખી સુગરને વધતા અટકાવે છે.
ખાલી પેટ તુલસીના પાન ચાવવાથી ત્વચા પણ સ્વસ્થ રહે છે. આમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણો ખીલ જેવી સમસ્યાથી તમને બચાવીને રાખે છે
તુલસીના એન્ટીબેક્ટેરિયલ ગુણો તમારા મોંઢાના બેક્ટેરીયાનો નાશ કરી તેને સ્વસ્થ રાખે છે, અને શ્વાસની દુર્ગંધ પણ દૂર કરે છે