ચોમાસામાં ગળાના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર અપનાવો


By Smith Taral24, Jul 2024 12:00 PMgujaratijagran.com

ચોમાસાની ઋતુમાં બીમારીઓ થવાનો ખતરો વધું રહે છે, ખાસ કરીને ઈન્ફેક્શન અને ગળામાં દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આના ઉપાય માટે તમે ઘરેજ કેટલાક ઉપચાર કરી શકો છે, જે તમને ગળાના દુખાવામાં રાહત આપી શકે. આવો જાણીએ વધુમાં

મીઠું પાણી ગાર્ગલ

ગળાના દુખાવામાં મીઠા પાણીના ગાર્ગલ કરવું એ સૌથી સરળ ઉપાય છે, આનાથી ગળાનો સોજો દુર થાય છે અને દુખાવામાં પણ રાહત આપે છે

મધ અને આદુની ચા

મધ અને આદુની ચા પણ ગળાના દુખાવામાં કારગર સાબિત થઈ શકે છે, આ આ માટે આદુંને પાણીમાં ઉકાળી તેમાં એક ચમચી મધ ઉમેરીને પીવો

હળદરનું દૂધ

હળદરનું દૂધ સામાન્ય રીતે પીવા માટે પણ ઘણું લાભદાયક છે આનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ગળાના દુખાવામાં પણ હળદરનું દૂધ શ્રેષ્ઠ ઉપાય છે

સ્ટીમ

ગરમ વરાળ લેવાથી પણ તમે ગળાના દુખાવામાં રાહત મેળવી શકો છો, આ માટે ગરમ પાણીમાં નીલગિરીના તેલના થોડા ટીપાં નાખી અને 10 મિનિટ સુધી સ્ટીમમાં શ્વાસ લો.

લીંબુ અને મધ

જો તમે ગરમ પાણીમા લીંબુ અને મધ મીક્સ કરીને પીવો છો તો તે પણ તમને ગળાના દુખાવાને શાંત કરવામાં મદદ કરશે

ફૂદીનાની ચા

ફૂદીનાની ચા પણ આ સમસ્યામાં ઘણી ફાયદાકારક છે, આ ગળાને દુખાવાને શાંત કરે છે. ફૂદીનાના પાનને પાણીમાં ઉકાળી તેની ચા પીવો

લસણ

લસણમાં રહેલા એન્ટી બેક્ટીરીઅલ ગુણો ગળાના ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. આ માટે કાચા લસણને અને લવીંગને તમે ચાવી શકો છો અથવા તેને ખોરાકમાં ઉમેરીને ખાઈ શકો છો

સૂતા સમયે જાડું ઓશીકું રાખવાથી થઇ શકે છે આ બીમારી