ઘણીવાર લોકો જાડું ઓશીકું માથા નીચે રાખીને સુતા હોય છે. જણાવી દઈએ કે, જાડું ઓશીકું રાખીને સુવાથી તમને નુકાસાન થઈ શકે છે. જાણો કઈ કઈ સમસ્યા થઈ શકે છે.
દરરોજ જાડું ઓશીકું રાખીને સુવાથી ગરદનમાં તીવ્ર દુ:ખાવાથી ક્યારેક ચક્કર પણ આવી શકે છે.
જાડું ઓશીકું સાથે રાખીને સુવાથી કરોડરજ્જુના મણકા ઘસવાથી ભવિષ્યમાં મોટી સમસ્યા થઈ શકે છે.
જાડું ઓશીકું રાખીને સુવાથી ખભો પર તણાય છે જેનાથી ખભાના દુખાવાની સમસ્યા થઈ શકે છે.
જાડું ઓશીકું રાખીને સુવાથી શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. જેના કારણે ઊંઘમાં લેવામાં પણ તકલીફ પડી શકે છે.
જાડું ઓશીકું સાથે રાખીને સુવાથી વ્યક્તિની ગરદન, પીઠ અને ખભામાં દુખાવો તેમજ ચાલવામાં અને ઉભા થવામાં મુશ્કેલી પડી શકે છે.
સારી રીતે ઊંઘ માટે ગ્રાઉન્ડ લેવલ ઓશીકું વાપરવાનું પસંદ કરવું જોઈએ. જેનાથી ઉંઘ પણ સારી આવે છે અને ભવિષ્યમાં તકલીફ પણ પડતી નથી.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.