ચોમાસા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ડાયેટ છે ખૂબ ફાયદાકારક


By Smith Taral23, Jul 2024 12:43 PMgujaratijagran.com

ચોમાસામાં સૌથી વધું જોખમ બીમારીઓ અને ઈન્ફેકશન થવાનું રહેતું હોય છે તેવામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવી ખૂબ મહત્વનું છે. આ માટે હેલ્ધી અને પોષકતત્વોયુક્ત ખોરાક લેવો જોઈએ જે તમને આયુર્વેદિક ખોરાકમાં મળી શકે છે. આવો જાણીએ વધુમાં

દોષો

આયુર્વેદ ત્રણ દોષોની વાત કરે છે જેમાં વાત, પિત્ત અને કફનો સમાવેશ થાય છે. આ ત્રણ દોષોનું શરીરમાં નિયંત્રણ જરુરી છે, નહીંતર વિવિધ સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે.

કફ વધી શકે છે

ચોમાસા દરમિયાન દોષોના અસંતુલનના લીધે શરદી-કફ અને પેટ સંબધિત સમસ્યા સર્જોઈ શકે છે

ગરમ મસાલા

આયુર્વેદમાં દરેક ગરમ મસાલા માટે વિવિધ સ્વાસ્થ લાભ જણાવવામાં આવ્યા છે, આનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. આ મસાલાના સેવનથી તમે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો

મોસમી ફળો ખાઓ

આયુર્વેદ ચોમાસામાં સ્વસ્થ રહેવા માટે મોસમી ફળો ખાવાની સલાહ આપે છે. સિઝન પ્રમાણે ફળો ખાવાથી તેના મહત્તમ લાભો મેળવી શકાય છે.

સરળ પાચન

આયુર્વેદ એવા ખોરાકનું સેવન કરવાનું જણાવે છે જે પચવામાં સરળ હોય છે જેમ કે સૂપ, સ્ટ્યૂ અને ખીચડી. આ ખોરાક નરમ હોય છે અને પચવામાં સરળ હોય છે

ઠંડા ખોરાક ખાવાનું ટાળો

આયુર્વેદ ચોમાસામાં ઠંડા ખોરાક ખાવાનું ટાળવાની સલાહ આપે છે, આનાથી પાચન સમસ્યાઓ વધી શકે છે. ચોમાસામાં આઈસ્ક્રીમ, ઠંડા પીણા અને તળેલા ખોરાક ન ખાશો

નિષ્ણાતની સલાહ

શરીરમાં દોષોને સંતુલિત રાખવા માટે આગળ જણાવેલ ટીપ્સને અનુસરો, આનાથી તમે ચોમાસામા શરીરને બીમારીઓથી રક્ષણ આપી શકો છો.

બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે આ 5 સ્માર્ટ ફૂડ છે બેસ્ટ