બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે આ 5 સ્માર્ટ ફૂડ છે બેસ્ટ


By Smith Taral23, Jul 2024 12:09 PMgujaratijagran.com

રોજીંદા જીવનમાં આપણે ઘણા પ્રકારનો ખોરાક ખાતા હોઈએ છે, જેમા હેલ્ધી અને અનહેલ્ઘી બંનેનો સમાવેશ થાય છે. જેમાં ઘણા ખોરાક તમારા શરીરમાં સુગરનું લેવલ વધારવાનું પણ કામ કરે છે. જો તમે સુગરને કંટ્રોલ કરવા માંગતા હોવ આજથી જ આ પાંચ હેલ્ધી ફૂડ ખાવાનું શરુ કરો

ઓટ્સ

ઓટ્સ ખાવાથી શરીરમાં સુગરનું પ્રમાણ જળવાઈ રહે છે કારણ કે આ લો-ગ્લાયકેમિક ખોરાક છે

ગ્રીન્સ વેજીટેબલ્સ

ગ્રીન્સ વેજીટેબલ્સ પણ લોહીમાં સુગરનું પ્રમાણ જાળવી રાખવા માટેનો ઉત્તમ ખોરાક છે. આમા ઓછું કાર્બોહાઈડ્રેટ અને વધું ફાઈબર સુગરના લેવલને નિયંત્રણમાં રાખે છે

કઠોળ

લોહીમાં સુગરને નિયંત્રણમાં રાખવા માટે તમે કઠોળ ખાઈ શકો છો, આમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઇબર રહેલું હોય છે

નટ્સ અને બીજ

નટ્સ અને બીજ પણ સુગરને કંટ્રોલમાં રાખવા માટે ઉપયોગી નિવડે છે, આમા રહેલું હેલ્ધી ફેટ્સ, અને પ્રોટીન લોહીમાં સુગરને નિયંત્રણમાં રાખે છે

બેરી

સુગરને નિયંત્રણમા રાખવા માટે તમે ટેસ્ટી, એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર બેરીસ ખાઈ શકો છો

આ લક્ષણો જણાવે છે કે તમારામાં વિટામિન B6 ઓછું છે