રાત્રે છાતીમાં બળતરા કેમ થાય છે?


By Kajal Chauhan02, Jul 2025 06:00 PMgujaratijagran.com

ઘણી વખત રાત્રે ખાધા પછી છાતીમાં બળતરા થઈ શકે છે. આના કેટલાક મુખ્ય કારણો હોઈ શકે છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ

મોડી રાત્રે ખાવાની આદત

જો તમને મોડી રાત્રે ખાવાની આદત હોય તો તેનાથી હાર્ટબર્ન થઈ શકે છે.

ખાધા પછી સુઈ જવું

ઘણા લોકો ઘણીવાર ખાધા પછી તરત જ સૂઈ જાય છે. જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને બળતરાની સમસ્યા થઈ શકે છે.

ચા અને કોફી પીવાની આદત

જો તમને વધુ ચા અને કોફી પીવાની આદત હોય, તો તેનાથી બળતરા થવાની શક્યતા વધી જાય છે.

વજન વધવું

જો તમારું વજન ઝડપથી વધ્યું હોય, તો તમને ખાધા પછી બળતરાની સમસ્યા થઈ શકે છે.

જો તમને વારંવાર બળતરા થઈ રહી હોય તો આવી સ્થિતિમાં એકવાર ડૉક્ટરની સલાહ લો.

Kidney Failure Signs: ડાયાબિટીશમાં કિડની ડેમેજ થવાના શરૂઆતના 6 લક્ષણો