બ્લડ ડોનેટ કરવાથી માત્ર આપણે કોઈની જિંદગી જ નથી બચાવતા, પરંતુ તેનાથી આપણા શરીરને પણ અઢળક ફાયદા થાય છે.
આપણામાંથી ઘણા લોકો બ્લડ ડોનેટ કરતા ડરે છે. જો કે આજે આ લેખમાં અમે આપને રક્તદાન કરવાના ચમત્કારિક ફાયદા વિશે જણાવીશુ. જે જાણ્યા પછી બ્લડ ડોનેટ કરવાનો ડર બિલકુર દૂર થઈ જશે.
રક્ત દાન કરવાથી તણાવ દૂર કરવામાં મદદ મળે છે. બ્લડ ડોનેટથી શરીરમાં જમા આયરનનું પ્રમાણ ઘટી જાય છે, જેના પરિણામે વ્યક્તિને માનસિક શાંતિ મળે છે.
બ્લડ ડોનેટ કરવાથી વ્યક્તિની ઈમોશનર હેલ્થ સુધારવામાં મદદ મળે છે. હંમેશા રક્તદાન કરતા રહેવાથી ઈમોશનલ હેલ્થ બહેતર બને છે.
રક્તદાન કરવા દરમિયાન ફ્રી ચેકઅપ કરાવવાથી આપણને અનેક બીમારીઓનો ખ્યાલ આવી જાય છે. આમ બ્લડ ડોનેટ કરવાથી શારીરિક લાભ પણ થાય છે.
બ્લડ ડોનેટ કરવું હાર્ટ માટે પણ ફાયદેમંદ મનાય છે. રક્તદાનથી લોહી પાતળું થવા સાથે ગઠ્ઠા દૂર થાય છે. જેના પરિણામે બૉડીમાં બ્લડ સર્ક્યુલેશન સરળતાથી થઈ શકે છે. આમ રક્તદાનથી હાર્ટ એટેકનો ખતરો ટળે છે.