નારિયેળ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ ઘણા લોકો મોંઘું હોવાને કારણે તે ખરીદી શકતા નથી. જેના બદલે તમે પોષણ મેળવવા માટે 6 સસ્તા પીણાં પી શકો છો.
જો તમને લીંબુ પસંદ હોય, તો તમે લીંબુ પાણી પી શકો છો. જે પાચનતંત્રને સુધારવામાં અને શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે.
જો તમે નારિયેળ પાણી ન લઈ શકતા હો, તો તમે છાશ પી શકો છો. આ એક પૌષ્ટિક પીણું છે. જેનું સેવન કરવાથી શરીરને ઠંડુ રાખવામાં મદદ મળી શકે છે.
જો તમને ચા પીવાનો શોખ હોય, તો તમે ત્રિફળાની ચાનું સેવન કરી શકો છો. તેમાં ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને ડિટોક્સ કરવામાં અને પાચનતંત્રને સુધારવામાં મદદ કરી શકે છે
નારિયેળ પાણીના બદલે તમે અજમાનું પાણી પણ પી શકો છો. જે પાચનતંત્રને સુધારવામાં ખૂબ મદદગાર થઈ શકે છે.
જો તમને તરબૂચ પસંદ હોય, તો તમે તરબૂચનો રસ કાઢીને પણ પી શકો છો. જે શરીરને ઠંડુ રાખવામાં ખૂબ મદદ કરી શકે છે.