પિત્તાશયની પથરી (ગૉલબ્લેડર સ્ટોન) એક પીડાદાયક અને ગંભીર સમસ્યા હોઈ શકે છે, પરંતુ આયુર્વેદમાં તેના માટે કેટલાક અસરકારક ઘરેલું ઉપાયો જણાવવામાં આવ્યા છે. તો ચાલો દિલ્હી સ્થિત પંચકર્મ આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્ય ડૉ. આર.પી. પરાસર પાસેથી પિત્તાશયની પથરીના કેટલાક ઘરેલુ ઉપાય વિશે જાણીએ...
હળદરમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી અને ડિટોક્સ ગુણ હોય છે. દરરોજ 1 ચમચી હળદર ગરમ પાણી અથવા દૂધ સાથે લેવાથી પિત્તાશયની પથરી ધીમે ધીમે ઓગળવા લાગે છે અને સોજો પણ ઓછો થાય છે.
લીંબુનો રસ શરીરને આલ્કલાઇન (ક્ષારીય) બનાવે છે અને પિત્તાશયની પથરીને તોડવામાં મદદ કરે છે. રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ હુંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવું ફાયદાકારક છે.
આદુ પાચન સુધારવા અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. તેના તાજા રસને સવારે ખાલી પેટે થોડા દિવસો સુધી લેવાથી પિત્તાશયની પથરીમાં રાહત મળે છે. આથી તેનું નિયમિત સેવન જરૂરી છે
ગિલોય એક શક્તિશાળી આયુર્વેદિક ઔષધિ છે, જે પિત્ત સંતુલનમાં મદદરૂપ થાય છે. તેને ઉકાળા અથવા ટેબ્લેટના રૂપમાં લેવાથી પથરીને ઓગાળવામાં મદદ મળે છે અને તે ઇમ્યુન સિસ્ટમ પણ મજબૂત બનાવે છે.
લીમડો અને ઈલાયચીનો પાઉડર ભેળવીને રોજ સેવન કરવાથી પિત્તાશયની પથરીનું કદ ધીમે ધીમે ઘટે છે. તેનું સેવન ખાલી પેટે કરવાથી તે વધુ અસરકારક હોય છે.
નારિયેળ પાણી શરીરને હાઈડ્રેટેડ રાખવાની સાથે-સાથે ટોક્સિન્સ (ઝેરી તત્ત્વો)ને બહાર કાઢે છે. રોજ સવારે એક ગ્લાસ નારિયેળ પાણી પીવાથી પાચન સુધરે છે અને પથરી ઓગળવામાં મદદ મળે છે
કળથીની દાળને ઉકાળીને તેનું પાણી પીવું પથરી માટે અત્યંત ફાયદાકારક છે. જે પેશાબના રસ્તેથી પથરીને બહાર કાઢવામાં મદદ કરે છે. તેને અઠવાડિયામાં 3-4 વખત અવશ્ય પીવું જોઈએ