શિયાળાની સિઝનમાં અનેક લોકોને પગમાં સોજા થવા લાગે છે. તો ચાલો જાણીએ, સોજા ઓછા કરવા માટે તમારે કઈ ટિપ્સ અજમાવવી જોઈએ.
અનેક વખત શરીરમાં પોષણની કમી થવા પર પગમાં સોજા થવા લાગે છે. આ ઉપરાંત ખોરાકમાં બેદરકારીના પગલે પણ આવું થઈ શકે છે.
અનેક વખત જોઈ શકાય છે કે, શરીરમાં કિડની, હાર્ટ અને લીવર સાથે સંકળાયેલી બીમારી થવાના કારણે પણ પગમાં સોજા થવા લાગે છે.
પગમાં સોજા ઓછા કરવા માટે લસણની 3-4 કળી લઈને તેને ઓલિવ ઓઈલમાં શેકી લો. જે બાદ આ તેલથી દિવસમાં 3 વખત માલિશ કરવાથી સોજા ઓછા થવા લાગશે.
એક ડોલ ગરમ પાણીમાં એપલ વિનેગાર નાંખીને પછી તે પાણીમાં ટુવાલ નાંખીને આંગળી પર રાખવાથી સોજા ઓછા થવા લાગે છે.
દરરોજ ગરમ પાણીમાં સિંધાલૂણ નાંખીને તે પાણીથી પગ ધોવા જોઈએ. આમ કરવાથી પણ સોજામાં આરામ મળશે.
પગમાં સોજા થવા પર જંક ફૂડ ખાવાથી બચવું જોઈએ. જો તમે જંકફૂડ ખાતા હશો, તો સોજા વધી શકે છે.