ઘણા લોકો એડવોકેટ અને લોયર ને એકજ સમજતા હોય છે. જોકે આ બંને નામ વકીલાત સાથે સંકાળાયેલા છે પરંતુ બંનેનું કાર્ય અને પાવર અલગ અલગ છે. આવો જાણીએ વધુમાં
એડવોકેટ એવી વ્યક્તિ છે જેણે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)ની પરીક્ષા પાસ કરી હોય. એડવોકેટ ભારતની કોઈપણ કોર્ટમાં કેસ લડી શકે છે.
એડવોકેટ એ સત્તાવાર વક્તા ગણાય છે, જેની પાસે કોઈ અન્યનો કેસ લડવાનો કોર્ટ સમક્ષ દલીલ કરવાનો અધિકાર છે.
જ્યારે લોયર એ એવી વ્યક્તિ છે જે કાયદાની ડિગ્રી ધરાવે છે. પરંતુ કોર્ટમાં ઉભા રહીને કેસ લડવાની મંજુરી નથી.
કેસ લડવા માટે, લોયર થયેલા વ્યકિત એ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)ની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું પડે છે અને લાઇસન્સ મેળવવી તે કોર્ટમાં કેસ લડી શકે છે
ધ્યાનમાં રાખો કે વકીલ વ્યક્તિને કાયદાકીય સલાહ આપી શકે છે, પરંતુ કોઈનો કેસ લડી શકતો નથી.