Drinks For Constipation: કબજીયાત દૂર કરવા માટે આ હેલ્ધી ડ્રિંક્સ છે બેસ્ટ, બનાવ


By Smith Taral28, Aug 2024 04:04 PMgujaratijagran.com

દરરોજની વ્યસ્તતા અને ખરાબ જીવનશૈલીના કારણે ઘણા લોકો કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય છે. આ મુશ્કેલી દૂર કરવા માટે, દિવસની શરૂઆત કેટલીક સરળ અને અસરકારક ડ્રિંક્સથી કરી શકાય છે. આ પાંચ ડ્રીંકનું સેવન કરીને તમે તમારી પાચનક્રિયા સુધારી કબજિયાતમા રાહત મેળવી શકો છો

એલોવેરાનો રસ

ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવાથી પાચન તંત્રને લાભ થાય છે અને કબજિયાતમાં રાહત મળે છે. વધુ ગેસથી બચવા માટે તેમાં કાળું મીઠું પણ ઉમેરી શકો છો.

લીંબુ પાણી

વિટામિન C અને સાઇટ્રિક એસિડથી ભરપૂર લીંબુ પાણી પાચનક્રિયા સુધારે છે અને ગેસ, ઓડકાર, તથા એસિડિટી દૂર કરે છે.

વરિયાળી પાણી

ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી ગેસ અને અપચોની તકલીફ દૂર કરી શકાય છે. વરિયાળી પાણીમાં 5-10 મિનિટ ઉકાળીને પીવાથી રાહત મળે છે.

આદુ પાણી

આદુનું પાણી પાચન સારુ કરી કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે પાણીમાં આદુ ઉકાળીને પીવો આ વધુ અસરકારક છે.

સફરજનનો રસ

સફરજનનો રસ ફાઈબર અને વિટામિન્સથી ભરપૂર હોય છે, જે પાચન તંત્રને સુધારે છે અને કબજિયાતને દૂર કરે છે.

Exercises For Thigh Fat: જાંઘની ચરબી ઓછી કરવા માટે આ છે શ્રેષ્ઠ કસરતો, ઝડપી પરિણામ જોવા મળે છે