Exercises For Thigh Fat: જાંઘની ચરબી ઓછી કરવા માટે આ છે શ્રેષ્ઠ કસરતો, ઝડપી પરિણ


By Smith Taral28, Aug 2024 03:55 PMgujaratijagran.com

જાંઘની ચરબી ઘટાડવું એટલું સરળ નથી છે, પરંતુ આને માટે તમે ઘરે સરળ કસરતો કરીને ઘટાડી શકો છો. આ સ્ટોરીમાં આપણે કેટલીક અસરકારક કસરતો જોઈશું, જેને તમે જો નિયમિત રીતે કરો છો તો જાંઘની ચરબી ઓછી કરી શકાય છે અને શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય છે.

દોડવું

દરરોજ થોડા કલાકો દોડવાથી જાંઘની ચરબી ઝડપથી ઓછી થાય છે. દોડવાથી સ્નાયુઓ મજબૂત થાય છે અને ચરબી દુર થાય છે.

થાઈ પ્રેસ

થાઈ પ્રેસ મશીનની મદદથી તમે આ કસરત કરી શકો છો, અથવા ઈન્ટરનેટ પર તેના વિડીયો જોઈને તમે ઘરે પણ કસરત પ્રેકટીસ કરી શકો છો. આ તમારા ઘૂંટણ અને જાંઘને મજબૂત કરે છે. દરરોજ 15 મિનિટ કરવાથી જાંઘની ચરબી ઓછી કરી શકાય છે

જમ્પિંગ જેક

જમ્પિંગ જેક કરવા માટે હવામાં કૂદતાં દરમિયાને પગને ખુલ્લા રાખવાનાં હોય છે. આ જમ્પિંગ જેક 15 મિનિટ સુધી કરો, આ એક દમદાર કાર્ડિયો વર્કઆઉટ છે.

સુમો સ્ક્વોટ્સ

પગને થોડા દૂર રાખીને બેસવા જેવી સ્થિતિમાં સ્ક્વોટ્સ કરો. આ કસરત જાંઘ અને હિપ એરિયા શેપમા લાવવામાં મદદ કરે છે.

બ્રિસ્ક વોક

બ્રિસ્ક વોક એટલે ઝડપી વોક કરવું આ કરવાથી સમગ્ર શરીરની ચરબી ઓછી થાય છે અને જાંઘ પણ શેપમાં રહે છે.

Jeera Water Benefits: હૂંફાળું જીરું પાણી પીવાથી મળે છે આ સ્વાસ્થ્ય લાભો