વરિયાળીનું સેવન દરેક લોકો કરતા હશે પરંતુ, શું તમે વરિયાળા ચાવવાની સાચી રીત વિશે નહીં જાણતા હોવ, ચાલો આજે અમે તમને જણાવીશું.
વરિયાળી સીધી ચાવવાને બદલે, તેને થોડી શેકીને અથવા ખાંડની સાથે મિક્સ કરીને ખાવું વધુ સારું છે. આનાથી તેનો સ્વાદ અને અસર બંને વધે છે અને મોઢાની દુર્ગંધ પણ દૂર થાય છે.
સવારે ખાલી પેટે એક ચમચી વરિયાળી હૂંફાળા પાણી સાથે લેવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
રાત્રે સૂતા પહેલા વરિયાળી અને સાકરને મિક્સ કરીને ખાવાથી સારી ઊંઘ આવે છે અને શરીરને શાંતિ મળે છે.
વરિયાળીને પાણીમાં પલાળીને તેનું પાણી પીવાથી શરીર ઠંડુ રહે છે, જે ઉનાળામાં હીટ સ્ટ્રોકથી બચાવે છે અને ત્વચામાં ચમક પણ લાવે છે.
જમ્યા પછી અડધી ચમચી વરિયાળી ચાવવાથી પાચનક્રિયા સુધરે છે અને પેટ હળવું લાગે છે. આ કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓને દૂર રાખે છે.
વરિયાળીને આદુ અને કાળા મીઠા સાથે ચાવવાથી પાચન અને મેટાબોલિઝમ સુધારે છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
સુગર નિયંત્રણમાં રાખવા માટે તમે વરિયાળી શેકીને ખાઓ. આનો સ્વાદ સારો લાગશે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક રહેશે.
ભોજન પછી બાળકોને થોડી માત્રામાં વરિયાળી આપવાથી તેમની ભૂખ વધે છે અને તેમનું પાચન પણ મજબૂત બને છે.
વરિયાળીનું નિયમિત સેવન આંખો માટે ફાયદાકારક છે, સ્વાસ્થ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.