પેશાબનો રંગ લાલ કેમ હોય છે?


By Vanraj Dabhi21, Feb 2025 05:45 PMgujaratijagran.com

પેશાબનો રંગ

લોકો સામાન્ય રીતે દિવસમાં 6 થી 7 વખત પેશાબ કરે છે. આ પ્રક્રિયામાં, કિડની આપણા શરીરમાંથી ઝેરી પદાર્થોને ફિલ્ટર કરે છે અને પેશાબ દ્વારા બહાર કાઢે છે.

ખતરાનો સંકેત

જો તમારા પેશાબનો રંગ આછો લાલ કે ગુલાબી થઈ જાય, તો તેને અવગણવું જોઈએ નહીં. પેશાબનો રંગ બદલવો એ શરીર સંબંધિત ઘણી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે.

ચોક્કસ ખોરાકનું સેવન

લાલ રંગનો પેશાબ અમુક ખોરાકના સેવનને કારણે થઈ શકે છે. જ્યારે આપણે બીટરૂટ અથવા બ્લેકબેરી જેવી વસ્તુઓ ખાઈએ છીએ, ત્યારે પેશાબ લાલ કે ગુલાબી થઈ શકે છે.

નિષ્ણાત અભિપ્રાય

ડૉ. સૌબીર ઘોષના મતે, લાલ કે ગુલાબી પેશાબ હિમેટુરિયાની નિશાની હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ એક એવી તબીબી સ્થિતિ છે જેમાં પેશાબમાં લોહી આવે છે.

ટેસ્ટ કરાવવો જરૂરી છે

નિષ્ણાતો કહે છે કે, પેશાબમાં લોહીનું સ્તર એટલું ઓછું છે કે આપણે તેને ઓળખી શકતા નથી. તેથી ટેસ્ટ કરાવ્યા પછી જ હિમેટુરિયા જાણી શકાય છે.

કિડનીમાં પથરી

કિડનીમાં પથરી થવાથી પણ હિમેટુરિયા થઈ શકે છે. આ પથરી પેશાબની નળીમાં ઘર્ષણ પેદા કરે છે. જેના કારણે, લાલ રંગનું લોહી આવી શકે છે.

પેશાબમાં ચેપ

નિષ્ણાતો કહે છે કે, પેશાબમાં ચેપને કારણે પણ લાલ રંગનો પેશાબ આવી શકે છે. વ્યક્તિને પેશાબ કરતી વખતે બળતરાની સમસ્યા પણ થઈ શકે છે.

ડૉક્ટરની સલાહ લો

મૂત્રાશય અથવા કિડનીમાં કેન્સરને કારણે પણ હિમેટુરિયા થઈ શકે છે. જો પેશાબ લાલ રંગનો હોય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

વાંચતા રહો

સ્વાસથ્ય અને જીવનશૈલી સંબંધીત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દરરોજ સવારે એક કપ બ્લેક કોફી પીવાના ફાયદા