શ્રાવણ માસમાં આ વાસ્તુ ટિપ્સ કરવાથી શિવજીની કૃપા થશે


By Jivan Kapuriya08, Jul 2023 02:28 PMgujaratijagran.com

શ્રાવણ

આ માસ ભગવાન શિવજીનો પવિત્ર માસ ચાલી રહ્યો છે, આ માસમાં ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવે છે.

ભગવાન શિવ

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો પૂજા અર્ચના કરે છે, પૂજાની સાથે વાસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ.

જ્યોતિષ અને વાસ્તુ

જ્યોતિષ અને વાસ્તુની પણ આપણા પર સકારાત્મક અને નકારાત્મક અસરો પડે છે. એટલા માટે વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ.

વાસ્તુ ટિપ્સ

અમે એવી જ કેટલીક વાસ્તુ ટિપ્સ વિશે જણાવીશું, જેનું પાલન કરવાથી ભક્તોને વિશેષ લાભ થશે.

શિવની મૂર્તિ

ભગવાન શિવની મૂર્તિ ઉત્તર દિશામાં લગાવો, ભગવાન શિવનું નિવાસસ્થાન કૈલાસ ઉત્તર દિશામાં આવેલું છે.

સ્વચ્છતા

શ્રાવણ માસમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો, ઘરમાં કે મંદિરમાં રાખેલ મૂર્તિને પણ સમયસર સાફ કરતા રહો.

કૌટુંબિક તસવીર

ભગવાન શિવની સાથે સાથે શિવજીના પરિવારની તસવીર પણ લગાવો, જેમાં માતા પાર્વતીની સાથે તેના બન્ને પુત્રો ગણેશ અને કાર્તિકેય પણ છે.

આ પોસ્ટર ન લગાવતા

ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે તેમની પ્રતિમા ક્રોધિત ન હોવી જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવશે.

વાંચતા રહો

આધ્યાત્મિકતા સાથે જોડાયેલા આવા અન્ય સમાચારો ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

શહેરોની તુલનામાં ગામડામાં અમીર લોકોની સંખ્યા વધી રહી છે