શહેરોની તુલનામાં ગામડામાં અમીર લોકોની સંખ્યા વધી રહી છે


By Nileshkumar Zinzuwadiya07, Jul 2023 10:12 PMgujaratijagran.com

91 લાખ પરિવાર

આગામી વર્ષોમાં ભારતમાં અમીર પરિવારોની સંખ્યા વધે તેવી શક્યતા છે. વર્ષ 2030-31 સુધીમાં આશરે 91 લાખ પરિવાર આ શ્રેણીમાં આવી જશે, જે અત્યારની તુલનામાં પાંચ ગણી છે.

ગામડામાં સમૃદ્ધોની સંખ્યા વધી રહી છે

વર્ષ 2046-47 સુધીમાં આ યાદી 32.7 મિલિયન પરિવાર થઈ શકે છે. તેનો અર્થ એવો થાય છે કે ભવિષ્યમાં ભારતમાં વધુ લોકો અમીર બની શકે છે. આ ઉપરાંત શહેરો કરતા ગામડાઓમાં સમૃદ્ધ લોકોની સંખ્યા વધી રહી છે

Price રિચર્સ ગ્રુપનો અહેવાલ

Price રિસર્ચ ગ્રુપના અહેવાલ પ્રમાણે ભારતમાં ખૂબ જ અમીર પરિવારોની સંખ્યા ઝડપભેર વધી રહી છે. વર્ષ 2015-16માં આવા 1.06 મિલિયન ઘર હતા, જે વર્ષ 2021માં વધીને 1.81 મિલિયન થઈ ગયા છે.

વર્ષ 2030-31માં 9.1 મિલિયન પરિવાર

વર્ષ 2030-31 સુધીમાં સૌથી અમીર પરિવારોની સંખ્યા વધારે ઝડપથી વધશે. 9.1 મિલિયન પરિવાર સુધી પહોંચી જશે. જેનો અર્થ થાય છે કે આશરે 46.7 મિલિયન પરિવારો ખૂબ જ અમીર હશે.

વર્ષ 46-47માં 32.7 મિલિયન લોકો સમૃદ્ધ હશે

વર્ષ 2046-47 સુધીમાં આ સંખ્યા 32.7 મિલિયન પહોંચી જશે. તેનો અર્થ થાય છે કે આશરે 150 મિલિયન લોકો ખૂબ જ સમૃદ્ધ હશે.

ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ વધ્યું, 600 અબજ ડોલર નજીક પહોંચ્યું