ભારતનું વિદેશી હૂંડિયાણ 30 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 1.853 અબજ ડોલર વધી 595.051 અબજ ડોલર થઈ ગયું છે.
આંકડાકીય માહિતી પ્રમાણે ગોલ્ડ રિઝર્વ 47.2 કરોડ ડોલર ઘટી 43.832 અબજ ડોલર રહ્યું છે. જ્યારે સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) 9.5 કરોડ ડોલર ઘટી 18.239 અબજ ડોલર થઈ ગયું છે.
RBI તરફથી શુક્રવારે આપેલી માહિતી પ્રમાણે 30 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ ભંડોળ એક મુખ્ય ફોરેન કરન્સ એસેટ્સ 2.539 અબજ ડોલર વધી 527.979 અબજ ડોલર થયું છે.
અગાઉના સપ્તાહમાં કુલ રિઝર્વ 2.901 અબજ ડોલર ઘટી 593.198 અબજ ડોલર રહ્યું હતું. ઓક્ટોબર,2021માં દેશનું વિદેશી હૂંડિયામણ 645 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે.