બેડશીટ પર લાગેલા જિદ્દી ડાઘ દૂર કરવા અપનાવી જુઓ આ ઘરેલુ નુસખા


By Sanket M Parekh07, Jul 2023 04:03 PMgujaratijagran.com

બેકિંગ સોડા

ડાઘ વાળી જગ્યાએ બે ચમચી બેકિંગ સોડા છાંટો. જેના ઉપર થોડું પાણી નાંખીને બ્રશની મદદથી ઘસી નાંખો. લગભગ 5-10 મિનિટ બાદ આ જગ્યાને સ્વચ્છ પાણીથી ધોઈ નાંખો. તમે જોશો કે ચાદર પરથી ડાઘ દૂર થઈ ગયા હશે.

સફેદ વિનેગાર

એક કપ વિનેગારમાં બે ચમચી મીઠું નાંખો. હવે આ પેસ્ટને એ જગ્યા પર લગાવો, જ્યાં ડાઘ દેખાતા હોય. હવે બેડશીટને સ્વચ્છ કપડાથી લૂછી લો. આમ કરવાથી ડાઘ દૂર થઈ જશે.

લીંબુથી ડાઘ દૂર કરો

ડાઘ વાળી જગ્યા પર તમારે બે ચમચી લીંબુનો રસ નાંખવાનો રહેશે. જે બાદ બેડશીટ પર બ્રશ ઘસો. આમ કરવાથી પણ થોડીવારમાં ડાઘ દૂર નીકળી જશે.

હાઈડ્રોજન પેરૉક્સાઈડ

તમારે એક સ્વચ્છ અને કોરુ કપડું લેવું પડશે. જેને હાઈડ્રોજન પેરૉક્સાઈડમાં પલાળી લો. હવે આ કપડાને ડાઘ વાળી જગ્યાએ ઘસવાથી ડાઘ દૂર થઈ જશે.

મીઠાનો ઉપયોગ કરો

લીંબુના બે કટકા કરીને તેના પર મીઠુ ભભરાવો. હવે આ લીંબુને ચાદર પર ઘસીને સાફ કરવાથી ડાઘ દૂર થઈ જશે.

કૉર્નસ્ટાર્ચથી સફાઈ કરો

1 કપ પાણીમાં 1 ચમચી કોર્નસ્ટાર્ચ અને ડિટર્જન્ટ મિક્સ કરો અને હવે તેને ડાઘ વાળી જગ્યા પર લગાવીને છોડી દો. જે બાદ બ્રશની મદદથી ઘસીને સાફ કરી નાંખો.

હવે ઘરે જ બનાવો ટેસ્ટી મેંગો ફાલૂદા, જાણી લો સરળ રેસિપી