સૌ પ્રથમ સબ્જા સીડ્સ (તકમરિયા)ને પાણીમાં પલાળીને લગભગ 15 મિનિટ માટે છોડી દો.
ફાલુદા સેવને ગરમ પાણીમાં નાંખીને થોડીવાર ઉકાળી લો અને પછી પાણી ગાળ્યા બાદ સેવને ઠંડી થવા દો.
હવે એક ગ્લાસમાં પહેલા ગુલાબ જળ નાંખો અને પછી તકમરિયા અને ઉપરથી ફાલુદા સેવ નાંખો.
હવે આ ગ્લાસમાં કેરીની પેસ્ટ અને ઉપરથી ઠંડુ દૂધ નાંખો. આ પ્રક્રિયા બે વખત કરો.
ઉપરથી કેરીનો પલ્પ નાંખો અને પછી ડ્રાય ફ્રૂટ્સ અને આઈસ્ક્રીમ નાંખીને ગાર્નિશ કરો.
મેંગો ફાલૂદા તૈયાર છે. મોટા તેમજ નાના બાળકો સૌ કોઈને મેંગો ફાલૂદા ખૂબ જ પસંદ પડે છે. જેને તમે ઘરે આવેલા મહેમાનોને પણ સર્વ કરી શકો છો.