હુંફાળા પાણીમાં ડિશ સૉપ મિક્સ કરો. હવે ફોનના કવરને આ પાણીમાં ડૂબાડી રાખો. થોડી વાર બાદ બ્રશની મદદથી કવરને સાફ કરો.
વિનેગારની મદદથી તમે ફોનના કવરને સાફ કરી શકો છો. બેકિંગ સોડા અને વિનેગારની પેસ્ટ બનાવો અને તેનાથી કવરને સાફ કરો.
પીળા પડી ગયેલા ફોનના કવરને સાફ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને કવર પર લગાવી લો.
રબિંગ આલ્કોહોલની મદદથી પણ પીળા પડી ગયેલા ફોનના કવરને સરળતાથી સાફ કરી શકાય છે. આલ્કોહોલને કવર પર છાંટો અને પછી થોડીવાર બાદ સ્વચ્છ કપડાથી લૂછી નાંખો.
ટૂથપેસ્ટથી પણ કવરને સાફ કરી શકાય છે. આ માટે કવર પર ટૂથપેસ્ટ લગાવો અને પછી તેને બ્રશથી સાફ કરી નાંખો.
ફોન કવર પીળુ ના પડે, તે માટે દરરોજ ક્લીનરથી તેને સાફ કરો. અથવા માત્ર ભીના કપડાથી સફાઈ કરી લો.
ફોન કવરને તડકામાં ના રાખશો. જેના કારણે કવર પીળુ પડી શકે છે. અલ્ટ્રાવાયલેટ રેજના કારણે આવું થાય છે.